બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને યાદ કર્યા સંઘર્ષના દિવસો, મહાનાયક અમિતાભે આ રીતે આપી પ્રતિક્રિયા

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને ઈન્ડસ્ટ્રીમાં 21 વર્ષ પૂરા કર્યા છે. ત્યારે અભિષેકે હવે ખુલાસો કર્યો છે કે તેને તેની પહેલી ફિલ્મ મળતા બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને યાદ કર્યા સંઘર્ષના દિવસો, મહાનાયક અમિતાભે આ રીતે આપી પ્રતિક્રિયા
Abhishek Bachchan Talks About His Struggles
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 12:14 PM

Abhishek Bachchan : બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાની એક્ટિંગથી (Acting) ફેન્સનું દિલ જીતી રહ્યા છે. તેની ફિલ્મ Bob Biswas હાલમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અભિષેકે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood Industry) 21 વર્ષ પૂરા કર્યા છે, ત્યારે તેણે પોતાના સંઘર્ષની (Struggle) વાત વાગોળી છે.

અભિષેક બચ્ચને જુના દિવસોને યાદ કરતા જણાવ્યુ છે કે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) પુત્ર હોવા છતાં તેને ફિલ્મ મળવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. વધુમાં અભિષેકે કહ્યું કે, મારી 21 વર્ષની સફરમાં મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે.

બે વર્ષના સંઘર્ષ બાદ આ ફિલ્મ મળી હતી

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

અભિષેક બચ્ચને કહ્યું હતું કે, તેમને તેમની પહેલી ફિલ્મ મળતા 2 વર્ષ લાગ્યા હતા. ઘણા લોકોને લાગે છે કે, મહાનાયક બચ્ચનનો પુત્ર હોવાને કારણે લોકો લાઈન લગાવીને ઉભા હતા, પણ ખરેખર એવું ન હતું. મેં કામની શરૂઆત કરતા પહેલા દરેક ડિરેક્ટર સાથે વાત કરી હતી અને તેમણે મારી સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો.

અમિતાભ બચ્ચને આ રીતે રિએક્ટ કર્યુ 

અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેક પર પ્રેમ વરસાવતા અભિષેકના ઇન્ટરવ્યુ (Interview) પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યુ કે, સંઘર્ષ વિના કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી. મને તારા સંઘર્ષ પર ગર્વ છે. હું તારી સિદ્ધિથી ખૂબ જ ખુશ છું. હું આશા રાખું છું કે તારા દાદાજીના શબ્દો અને પ્રાર્થનાઓ અમારી સાથે અને આવનારી પેઢીઓ સાથે પણ રહે.

આ ફિલ્મથી અભિષેકને મળી ઓળખ

તમને જણાવી દઈએ કે, અભિષેકે ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર લીડ રોલમાં જોવા મળી હતી. બંનેએ પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત સાથે કરી હતી. અભિષેકને તેની અસલી ઓળખ ફિલ્મ ધૂમથી મળી હતી. આ પછી તે ગુરુ, હાઉસફુલ 4, પા, બોલ બચ્ચન જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો. લાંબા વિરામ બાદ અભિષેકે અનુરાગ કશ્યપની મનમર્ઝિયા સાથે ફરી વાપસી કરી હતી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક છેલ્લે Bob Biswas માં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં દસવીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક રાજનેતાના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : Viral : એક્ટ્રેસ અંકિતા લોખંડેના જન્મદિવસને પતિ વિકી જૈને બનાવ્યો ખાસ, શેર કરી આ સ્પેશિયલ પોસ્ટ

આ પણ વાંચો : Birth Anniversary: જાણીએ અભિનેતા ઓમ પ્રકાશ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો તેમના જન્મદિવસ પર

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">