AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ખાડિયામાં બુટલેગરની દાદાગીરી, “ખોટી અરજી કેમ કરે છે, PI પણ મારુ કંઈ ઉખાડી નહીં શકે” એવી ધમકી આપી યુવકને માર્યો માર

Ahmedabad: અમદાવાદમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે.શહેરના ખાડિયા વિસ્તારમાં એક યુવાન પર બુટલેગર અને તેના સાગરીતોઓ બેઝ બોલના દંડાથી હુમલો કર્યો હતો. યુવક પર બુટલેગરે ધોંસ જમાવતા તેને ધમકી આપી હતી. યુવકને તુ પોલીસનો માણસ છો અને અરજીઓ કરતો હોવાનો આરોપ મુકી યુવક સાથે બબાલ કરી હતી અને યુવકને બેઝબોલના દંડા વડે ફટકાર્યો હતો.

Ahmedabad: ખાડિયામાં બુટલેગરની દાદાગીરી, ખોટી અરજી કેમ કરે છે, PI પણ મારુ કંઈ ઉખાડી નહીં શકે એવી ધમકી આપી યુવકને માર્યો માર
Mihir Soni
| Edited By: | Updated on: Sep 16, 2023 | 12:40 AM
Share

Ahmedabad: શહેરના ખાડિયા વિસ્તારમાં બુટલેગરોની દાદાગીરી વધી રહી છે.  અહીં  એક યુવાન પર બુટલેગરે અને તેના બે માણસોએ બેઝબોલના દંડા વડે માર માર્યો હતો. આ શખ્સોએ યુવાનને પોલીસનો માણસ કહીને અરજીઓ કરતા હોવાનો આરોપ મૂકીને બબાલ કરી હતી. ઝઘડો કરતા સમયે તેણે ખાડિયાના પીઆઇ અને વહીવટદારો પણ તેનું કાંઇ નહિ કરે તેમ કહીને તે ત્યાંથી ફરાર થતાં ખાડિયા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવકને પોલીસનો માણસ હોવાનુ કહી બુટલેગરે બે સાગરીતો સાથે મળી માર્યો માર

સમગ્ર ઘટનાની હકીકત અનુસાર સારંગપુરની પંડીતજીની પોળમાં રહેતા પારીતોષભાઇ રાવલ ટ્રાવેલ એજન્સીનું કામ કરે છે. બે દિવસ પહેલા તેઓ પોળના નાકે બેઠા હતા ત્યારે રાકેશ રાઠોડ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. રાકેશે પારીતોષભાઇને તમે લોકો વિરૂધ્ધ ખોટી અરજીઓ કરી ખંડણી ઉઘરાવો છો, મનહર લોધા વિરૂધ્ધ પણ અરજી કરી હતી અને તું પોલીસનો માણસ છે કહીને બબાલ શરૂ કરી હતી. બાદમાં મારા પ્રત્યે દ્વેશભાવ રાખીને વિજીલન્સ અને ક્રાઇમ વાળા પાસે દારૂની રેડ કરાવી હતી તેમ કહીને આરોપીએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

”પોલીસ મારા ખીસ્સામાં છે, PI અને વહીવટદારો મારા ખાસ છે”- આરોપી

ઉશ્કેરાયેલા રાકેશ રાઠોડે ફોન કરીને જીગો અને કાનો નામના તેના બે માણસોને બોલાવ્યા હતા. જેથી પારિતોષભાઇ પોલીસને ફોન કરવા જતા તેમનો ફોન ફેંકી દઇ તોડી નાખ્યો હતો. ત્યાં આરોપી રાકેશે પોલીસ મારા ખિસ્સામાં છે, ખાડિયા પીઆઇ વહીવટદારો તો મારા ખાસ મિત્ર છે, આ મારા સાહેબ મારૂં કંઇ નહિ બગાડી શકે અને મારા સાહેબ જ તને સીધો દોર કરશે, તને રાયપુર ખાડિયા નહિ પણ દુનિયા છોડાવી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી આ મામલે ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat Video: ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવના દર્શને ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, દર્શનાર્થીઓની સુરક્ષામાં પોલીસ ખડેપગે

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">