Ahmedabad: અંગ્રેજોના સમયના એલિસબ્રિજને અપાશે નવી ઓળખ અમદાવાદીઓ માટે બનશે નવું ડેસ્ટિનેશન
અમદાવાદની ઓળખ બનેલો અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો સૌથી જૂનો બ્રિજ એલિસ બ્રિજ હવે નવા રંગ રૂપ માં જોવા મળશે સાબરમતી નદી ઉપરના અગ્રેજ શાસનકાળ દરમ્યાનના 130 વર્ષના ઐતિહાસીક એલીસબ્રિજના સ્ટ્રેન્થનીંગ કરાશે.

Ahmedabad: એલિસ બ્રિજ એ અમદાવાદમાં આવેલો લગભગ 100 વર્ષ જૂનો પુલ છે. જે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. આ કમાન ધરાવતો પુલ અમદાવાદનો પ્રથમ પુલ હતો,
ત્યારે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના સાબરમતી નદી પરનો સર્વપ્રથમ અંગ્રેજ શાસનકાળ દરમ્યાન 1892 માં પહેલા સ્ટીલ સ્ટ્રક્ચરના 14 સ્પાનની આર્ચ ટાઇપ બો- સ્ટ્રીંગ ટાઇપનો સ્ટીલ સ્ટ્રકચરનો હેરીટેજ બ્રીજ બનાવવામાં આવ્યો હતો, જે વર્ષ 1892માં 4 લાખનો ખર્ચ કરી બનાવવામાં આવેલ હતો.
બ્રિજની મુખ્ય લાણીકતા
- બ્રિજની કુલ લંબાઇ 433.41 મીટર છે.
- સદર બ્રિજની પહોળાઇ 6.25 મીટરની રાખવામાં આવેલ છે.
આ બ્રિજમાં 30.96 મીટરના કુલ 14 સ્પાન બો- સ્ટ્રીંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રકચરમાં બનાવવામાં આવેલ છે. સદર બ્રિજનાં ફાઇન્ડેશનમાં 1.83 મીટર ડાયા ના 2(બે) સિલ્ફીરીકલ સ્ટીલ પાઇલ દરેક સ્પાનના છેડે આપવામાં આવેલ છે. આ પીયર પોર્શનમાં 1.52 મીટર ડાયાના સિક્કીરીકલ પીયર ઢોસ બેસીંગ સાથે આપવામાં આવેલ છે.
આ બ્રીજ હાલમાં અમદાવાદ મ્યુ. કોર્પોના હેરીટેજ મોન્યુમેન્ટમાં સમાવિષ્ટ છે. સદર બ્રિજને થયેલ નુકશાન અંગેનો એક્ષપર્ટ ડીઝાઇન કન્સલટન્ટ એજન્સી પાસે મેટલર્જિકલ સર્વે કરી રીર્પોટ તયાર કરવામાં આવ્યો. જે મુજબ સદર બ્રિજનાં સ્ટ્રેન્થનીગની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ છે.
તેમજ સદર કામમાં મુખ્યત્વે હયાત એલીસબ્રિજને સ્ટ્રેન્થનીંગની કામગીરીમાં મુખ્ય ટ્રેસના જોઇન્ટસ રીપેર કરવા, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રોન્જર્સ તેમજ બોટમ જોઇન્ટસ બદલવા તથા નવી બેરીંગ ઇન્સ્ટોલ કરવી, કોમ્પોઝીટ પીયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસીંગ તથા બ્રેસીંગ જરૂર મુજબ બદલવા, હયાત પીયર ને કોરોઝન થી બચાવવા માટે એન્ટી કોરીઝન ટ્રીટમેન્ટ અંતર્ગત એનોડ લગાવવા, બોટમ ટેક સ્લેબ જર્જરીત થઇ ગયેલ હોય તેને દુર કરી નવા કરવા વગેરે કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : હેલિકોપ્ટરમાં બેસવાની છે ઈચ્છા! તો અમદાવાદમાં જોય રાઈડની માણી શકાશે મજા, જુઓ Video
સદર બ્રિજની માં આર્કીટેક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યાવસ્થા વગેરેનું આયોજન કરવામાં આવેલું છે. જે માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો