Gujarati Video : અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો, વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા
પાણીની આવક વધતા વાસણા બેરેજના (Vasana barrage) પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના 30 દરવાજા પૈકી પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
Ahmedabad : અમદાવાદની સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવકમાં વધારો થયો છે. ગાંધીનગરના સંત સરોવરમાંથી (Sant Sarovar) સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. પાણીની આવક વધતા વાસણા બેરેજના (Vasana barrage) પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના 30 દરવાજા પૈકી પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ત્રણ દરવાજા ત્રણ ફૂટ જ્યારે બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે.
ધરોઈ ડેમમાંથી ગાંધીનગરના સંત સરોવરમાં આવેલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા નદીનું લેવલ મેઇન્ટેઇન કરવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. તો 132.50 ફૂટ લેવલ મેઇન્ટેઇન રાખવા જાણ કરવામાં આવી છે. તો સાથે જ નદીના પટમાં આવતા 25 થી 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ આ તમામ ગામના લોકોને સૂચના આપવા કલેકટર વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
સાબરમતી નદીમાં હાલ 14,500 ક્યુસેક આવક નોંધાઇ રહી છે. જેની સામે 12,500 ક્યુસેક જાવક રખાઇ છે. તો કેનાલના દરવાજા 15 ઇંચ ખોલી 680 ક્યુસેક જાવક રાખવામાં આવી છે. ગઇ કાલે 5 હજાર ક્યુસેક પાણી છોડી સાયરન વગાડી ગામોને એલર્ટ કરાયા હતા. આજે પણ પાણી છોડતા પહેલા નદીના પટમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. મહત્વનું છે કે વાસણા બેરેજના 23 અને 24 નંબરના દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે 26,27 અને 29 નંબરના દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો