AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: દારૂની હેરાફેરી માટે બુટલેગરે અપનાવ્યો આ કિમિયો, પોલીસની બાજ નજરે ઝડપ્યો

અમદાવાદમાં મોંઘીદાટ કારમાં દારૂની (Alcohol)હેરાફેરી કરવાની ઘટના સામે આવી હતી અને કાર માલિકને તો જાણ જ નહોતી કે તેની ગાડી દારૂની હેરાફેરી માટે વપરાય છે.

Ahmedabad: દારૂની હેરાફેરી માટે બુટલેગરે અપનાવ્યો આ કિમિયો, પોલીસની બાજ નજરે ઝડપ્યો
Ahmedabad: Bootlegger adopts this alchemy for alcohol smuggling, But the police took it fast
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 04, 2022 | 11:53 PM
Share

અમદાવાદમાં (Ahmedabad police) પોલીસે પારકી ગાડીમાં દારૂ(liquor)ની ખેપ કરતા આરોપી બુટલેગરને ઝડપી લીધો હતો. બુટલેગરોએ દારૂની હેરાફેરીની પદ્ધતિ બદલી નાખી છે. પોતાની ગાડીઓનો ઉપયોગ કરવાની જગ્યાએ હવે ગાડી ભાડે રાખી અથવા સેલ્ફ ડ્રાઇવ માટે રાખી દારૂની હેરાફેરી શરૂ કરી છે. આવો જ એક કીમિયો અપનાવી દારૂ લઈને રાજસ્થાનથી આવનારો એક શખ્સ ઝડપાયો છે. બુટલેગરો ગમે તેવા ગતકડાં કરે, પરંતુ પોલીસની  બાજ નજરમાંથી બચી શકતા નથી. અસલાલી પોલીસે ઝડપેલી મોંઘીદાટ ગાડી અન્ય કોઈ ગુનામાં નહિ પરંતુ દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવતી હતી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કાર માલિકને એ વાતની જાણ પણ ન હતી કે તેની ગાડી દારૂની હેરાફેરીમાં વપરાઈ રહી છે.

પોલીસે ઝડપેલી ગાડીમાંથી એક લાખની કિંમતનો વિદેશી દારુ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે દારુ સાથે યુગલ પાંડે નામના બુટલેગરની ધરપકડ કરી છે. એક લાખના વિદેશી દારુ સાથે ઝડપાયેલા આરોપી યુગલ પાંડેની પૂછપરછ કરતા દારુ મંગાવનાર નિશાંત ઉર્ફે ભોલુ શર્મા હોવાનું ખુલ્યું છે. સાથે જ રાજસ્થાનથી દારુ મોકલનાર શ્રવણ ખરાડી કે જે ડુંગરપુરનો છે તે ફરાર  હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુગલ પાંડેને દરેક બોટલના વેચાણ પર કમિશન મળતું હતું. તેની ગાડીઓ પર પોલીસની નજર હોવાથી તે ગાડી ભાડે મેળવી એક દિવસના ત્રણ હજાર લેખે બે દિવસ માટે છ હજારના ભાડામાં ગાડી સેલ્ફ ડ્રાઈવ માટે મેળવી હતી.

Ahmedabad: Bootlegger adopts this alchemy for alcohol smuggling,But the police took it fast

Ahmedabad: Bootlegger adopts this alchemy for alcohol smuggling,But the police took it fast

જાણો શું હતી સમગ્ર ઘટના

પોલીસે ઝડપેલી ગાડીમાંથી 1 લાખની કિંમતનો વિદેશી દારુ કબ્જે કરવામાં આવ્યો હતો અને તે દારુ સાથે યુગલ પાંડે નામના બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. યુગલ પાંડે રાજસ્થાનથી દારુનો જથ્થો લાવી લાંભા ઈન્દીરા નગરમાં લઈ જવાનો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે આ ગુનામા દારુ મંગાવનાર અને રાજસ્થાનથી દારૂ મોકલનાર બંન્ને આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં વિગતો જાણવા મળી હતી કે યુગલ પાંડેને દરેક બોટલના વેચાણ પર કમિશન મળતુ હતુુ, પરંતુ તેની માલિકીની ગાડીઓ ઉપર પોલીસની નજર હતી માટે યુગલ પાંડે કોઈ બીજી ગાડી ભાડે લઈને સેલ્ફ ડ્રાઈવ કરીને નીકળ્યો હતો.  તેણે એક દિવસના 3 હજાર લેખે બે દિવસના 6 હજાર ભાડામાં ગાડી સેલ્ફ ડ્રાઈવ માટે મેળવી હતી. જોકે પોલીસને બાતમીદારો દ્વારા માહિતી મળી  હતી કે આ ગાડીમાં દારૂ આવી રહ્યો છે અને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસને તપાસ કરતા ખબર પડી હતી કે આ ગાડીના મૂળ માલિકને જાણ જ નહોતી કે તેની  કાર ગેરકાયદે કામ માટે ઉપયોગમાં લેવાઈ છે!

કાયદાકીય માહિતીથી જાણકાર થયા બાદ બુટલેગરો દારુની હેરાફેરી માટે પોતાની ગાડીનો ઉપયોગ નથી કરતા કારણ કે, બુટલેગરની ગાડી કબ્જે લેવાયા બાદ તેને કોર્ટ ઝડપથી છોડતી નથી અને બુટલેગરોને આર્થિક માર પડે છે. માટે ભાડાની ગાડી કે અન્ય કોઈનું વાહન મેળવી દારુની હેરાફેરી કરતા હોવાનું પોલીસ માની રહી છે.

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">