BMW કાર હિટ એન્ડ રન કેસ : નબીરાને બચાવવા કાર માલિક પરિવાર સાથે ફરાર, અકસ્માત કરનારાના રસોઈયાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Tv9ની ટીમ કાર માલિકના થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચી હતી ત્યારે આરોપીનું ઘર બંધ જોવા મળ્યું. જોકે વિગતો જાણવા મળી હતી કે કાર ચાલક સત્યમ શર્માના પિતા બિઝનેસમેન છે.  આ પરિવાર ગ્વાલિયરનો છે.

BMW કાર હિટ એન્ડ રન કેસ : નબીરાને બચાવવા કાર માલિક પરિવાર સાથે ફરાર, અકસ્માત કરનારાના રસોઈયાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 02, 2023 | 2:25 PM

અમદાવાદના એસજી હાઈવે ઉપર થયેલા હિટ એન્ડ રન કેસમાં અકસ્માત બાદ કાર માલિક પરિવાર સાથે ફરાર થઈ ગયો છે . BMW કારનો માલિક શ્રીક્રિષ્ના શર્માનો પુત્ર સત્યમ શર્મા કાર ચલાવતો હતો. આથી પરિવાર નબીરાને બચાવવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. Tv9ની ટીમ કાર માલિકના થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચી હતી ત્યારે સત્યમ શર્માનું ઘર બંધ જોવા મળ્યું. જોકે વિગતો જાણવા મળી હતી કે કાર ચાલક સત્યમ શર્માના પિતા બિઝનેસમેન છે.  આ પરિવાર ગ્વાલિયરનો છે.

આરોપીના ઘરમાં કામ કરતા રસોઇયાએ આ વિગતો જણાવી હતી કે, કાર માલિક બિઝનેસમેન છે. આરોપીના પરિવારની આનંદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે અને તેમની પાસે પાંચ કાર છે અને આ કાર સત્યમ શર્મા ચલાવે છે. પોલીસે આરોપીના નિવાસ્થાને પહોંચીને પ્રાથમિક વિગતોના આધારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

તો જે પરિવાર આ કારની ટકકરથી ઇજાગ્રસ્ત થયો હતો. તેમણે જણાવ્યું હતું કે કે કાર ચાલક પૂરઝડપે અને નશામાં કાર ચલાવતો હતો આથી આ ઘટનામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવો જોઈએ. નોંધનીય છે કે BMW કારની ટકકરે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતી પૈકી મહિલાનું નામ મેઘા અગ્રવાલ અને પતિનું નામ અમિત અગ્રવાલ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલની નજીક BMW કાર ચાલકે ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા ચલાવતા એક દંપતીને અડફેટે લીધું હતું. આ દંપતી ઝાયડસથી સિમ્સ હોસ્પિટલ જવાના રસ્તા ઉપર ચાલી રહ્યું હતું ત્યારે સત્યેન શર્મા નામના કાર ચાલકે દંપતીને અડફેટે લીધું હતું.  જયાં દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી પ્રાથમિક વિગતો અનુસાર આ કાર ચલાવતો યુવક દારૂ પીને ગાડી ચલાવતો હતો અને અકસ્માત બાદ ખેતરમાં કાર મૂકીને નાસી ગયો હતો. હાલ આ મુદ્દે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

BMW કારમાંથી દારૂની બોટલ મળી આવતા વધુ એક ગુનો નોંધાયો

આ  ઘટનામાં સોલા પોલીસે કારમાંથી દારૂની બોટલ મળી આવતા કાર માલિક વિરુદ્ધ   ગુનો નોંધ્યો છે.  ટ્રાફિક એન ડિવિઝન પોલીસે અકસ્માતને લઈ ગુનો નોંધ્યો છે.

કારમાંથી સત્યમ શર્માના નામની બેંક પાસબુક પણ મળી આવી છે. જેના ઉપરથી આ યુવકનું નામ સત્યમ શર્મા હોવાનું માલૂમ પડે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ યુવક બેફામ રીતે કાર દોડાવી રહ્યો હતો. કાર ચાલકે દંપતીને અડફેટે લેતા પહેલા અન્ય એક કારને પણ ટક્કર મારી હતી.

g clip-path="url(#clip0_868_265)">