Atal Bridge: અમદાવાદના અટલ બ્રિજની પાકિસ્તાનની ગલી ગલીમાં ચર્ચા, જાણો શું પુછવામાં આવી રહ્યો છો પ્રશ્ન? જુઓ Video
અમદાવાદમાં બનાવવામાં આવેલા અટલ બ્રિજની ચર્ચા પાકિસ્તાનમાં પણ થઈ રહી છે, પાકિસ્તાની લોકો તેને અલગ અલગ દેશનો હોવાનું જણાવી રહ્યું છે, જુઓ પાકિસ્તાની લોકો અટલ બ્રિજ વિશે શું કહી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ 2022ના રોજ અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. તેઓ અટલ બ્રિજ પર વોક કરતાં જોવા મળ્યા હતા. તેમણે બ્રિજ પર ચાલીને બ્રિજને નીહાળ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે બનાવવામાં આવેલા ‘અટલ બ્રિજ’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં એક યુટ્યુબરે પાકિસ્તાનના લોકોને અટલ બ્રિજ દેખાડી પુછ્યું કે આ બ્રિજ ક્યાનો છે, તેના પર પાકિસ્તાનીઓએ જણાવ્યું કે, આ દૂબઈનો બ્રિજ છે, તેના પર યુટ્યુબરે જણાવ્યું કે આ દૂબઈ તો નથી, એશિયન દેશ છે, જ્યારે અન્ય એક પાકિસ્તાનીએ જણાવ્યું હતું કે આ અમદાવાદ છે, જો કે મહત્વનું છે કે મોટાભાગના પાકિસ્તાનીઓને ખબર જ નથી કે આ ભારતમાં છે તેમને તો લાગે છે કે ભારતમાં આવું ક્યાથી બની શકે.
બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે
આ આઈકોનિક અટલ બ્રિજ દેશનો આ પ્રકારનો પહેલો બ્રિજ છે. તે સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડશે. આ બ્રિજ પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તેની માટે પસંદ કરેલા રંગો પણ પતંગની છાંટ દેખાડે છે. નદીની ઉપરથી ચાલવાનો આનંદ માણવા માટે, આ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આ પુલ ફક્ત ચાલવાના હેતુ માટે જ છે અને બ્રિજ પરથી લોકો નદીની સુંદરતા માણી શકે તે માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ
રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલો ‘એન્જિનિયરિંગ અજાયબી’ સમાન આ ફુટ ઓવર બ્રીજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બની છે. આઈકોનિક ફૂટ ઓવર બ્રિજને લઈને શહેરીજનોમાં છેલ્લા ઘણા સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલ આ આઈકોનિક ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) પેડેસ્ટ્રીયન અને સાયકલિસ્ટને એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે. તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે.
અટલ બ્રિજની ખાસિયત
બ્રીજની કુલ લંબાઈ 300 મીટર છે, જ્યારે તેને વચ્ચેનો સ્પાન 100 મીટર છે. બ્રીજના છેડેના ભાગે પહોળાઈ 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે પહોળાઈ 14 મીટર છે. સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફુટપાથ) ઉપરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રીજમાં પ્રવેશ કરી શકાશે. 2600 મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રીજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રીજને આગવો લૂક પ્રદાન કરે છે.