અમદાવાદના અટલ બ્રિજ પર હવે મુલાકાતીઓની સંખ્યા નિયંત્રિત કરાઇ, માત્ર ત્રણ હજાર લોકોને જ મળશે પ્રવેશ
વહીવટી અહેવાલ મુજબ તાજેતરમાં સમારકામ બાદ ખુલ્લો મુકાયેલો મોરબી પુલ (Morbi tragedy) ખીચોખીચ ભરેલો હતો. વધુ કમાણી કરવા માટે બ્રિજ મેનેજમેન્ટે ટિકિટ વેચતી વખતે બ્રિજની ક્ષમતાને ધ્યાનમાં લીધી ન હતી તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે.

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બનતા હવે જાહેર સ્થળો પર મર્યાદિત લોકો એક સમયે રહે તેના માટેના નિર્ણયો લેવાના શરૂ થયા છે. જેમાં અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અટલ બ્રિજ પર હવે એક કલાકમાં માત્ર 3000 મુલાકાતથીઓ જ પ્રવેશ મેળવી શકશે તેનાથી વધારે એક પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને અટલ બ્રિજ મજબૂત હોવા છતાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબી દુર્ઘટના અંગે મોટો ખુલાસો થયો છે, મળતી માહિતી મુજબ તંત્રની મંજૂરી મળે તે પહેલા ટિકિટનું વેચાણ શરૂ કરાયું હતું. આજે 400 ટિકિટ વેચાઈ ગઈ હતી. લોકોની ભીડ વધતા બ્રિજ તૂટી પડ્યો. પોલીસ વડા અશોક યાદવે દાવો કર્યો છે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય અશોક યાદવે કહ્યું છે કે સ્પેશિયલ ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરશે અને આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઈને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાતે માહિતી મેળવી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું.
વહીવટી અહેવાલ મુજબ તાજેતરમાં સમારકામ બાદ ખુલ્લો મુકાયેલો મોરબી પુલ ખીચોખીચ ભરેલો હતો. વધુ કમાણી કરવા માટે બ્રિજ મેનેજમેન્ટે ટિકિટ વેચતી વખતે બ્રિજની ક્ષમતાને ધ્યાનમાં લીધી ન હતી. એવું માનવામાં આવે છે કે બ્રિજમાં કોઈ ટેકનિકલ સમસ્યા હતી. આ તમામ હકીકતોની તપાસ માટે રાજ્ય સરકારે SITની રચના કરી છે. SITની તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઝૂલતા પૂલે ઝુલાવ્યો મોતનો ઝૂલો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બ્રિટિશ કાળમાં બનેલો આ પુલ ક્ષતિગ્રસ્ત થયા બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં સમારકામ બાદ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. રવિવારની રજા હોવાથી છઠ પૂજા પણ હતી. એટલા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પૂજા અને પર્યટન માટે આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક તોફાની તત્વો આ પુલને હચમચાવી રહ્યા હતા. આ અંગે બ્રિજ મેનેજમેન્ટને ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમ છતાં બ્રિજ મેનેજમેન્ટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.