AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ભાન ભૂલ્યા મોઢવાડિયા, ભાજપના હોદ્દેદારોને અપશબ્દોથી નવાજ્યા, શબ્દોની ગરીમા ચૂક્યા, જુઓ વીડિયો

Ahmedabad: ભાન ભૂલ્યા મોઢવાડિયા, ભાજપના હોદ્દેદારોને અપશબ્દોથી નવાજ્યા, શબ્દોની ગરીમા ચૂક્યા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 1:39 PM
Share

Ahmedabad: કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ભાજપના હોદ્દેદારો પર પ્રહાર કરતા સમયે વિવેકભાન પણ ચૂકી ગયા અને શબ્દોની ગરીમા પણ ભૂલી ગયા અને અપશબ્દોનો પ્રયોગ કરતા જોવા મળ્યા હતા. ભાજપના હોદ્દેદારોની ટીકા કરતી વખતે તેઓ નિમ્ન સ્તરના શબ્દોનો પ્રયોગ કરતા જોવા મળ્યા.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા (Arjun Modhwadiya) ભાજપ(BJP)ના હોદ્દેદારો પર આક્ષેપો કરવામાં ભાન ભૂલ્યા. ડભોઈ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની ભરતી કૌભાંડ (Scam)ની વાત કરતા અર્જુન મોઢવાડીયા ગરીમા ચુકી ગયા. અર્જુન મોઢવાડિયાએ ભાજપ પદાધિકારીઓ માટે અયોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો. વાલ્મિકી સમાજના હક્કો પર તરાપ મારવાનો ભાજપના નેતાઓ પર આક્ષેપ કરનારા મોઢવાડિયાને પોતાના નિવેદન પર જરા પણ અફસોસ નથી. કોંગ્રેસ નેતાએ સમગ્ર કૌભાંડની ગુજરાત હાઈકોર્ટની દેખરેખમાં ACB મારફતે તપાસ કરાવવાની માગ કરી.

ભાજપના હોદ્દેદારોની ટીકા કરવામાં વિવેક ચૂકી ગયા મોઢવાડિયા 

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ કે વાલ્મિકી સમાજના હક્કો ઝુંટવી લેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું સફાઈ કોઈક પાસે કરાવી સફાઈ કામદાર તરીકેનો પગાર ભાજપના હોદ્દેદારોના સગાસંબંધીઓ આપી દેવામાં આવે છે. મોઢવાડિયાએ આટલુ કહેવામાં ભાજપ વિશે અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો. અનેકવાર તેમણે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં તેઓ શબ્દોની ગરીમા પણ ચુકી ગયા હતા. ભાજપના હોદ્દેદારોની ટીકા કરવામાં મોઢવાડિયા શબ્દોની ગરીમા તો ચૂક્યા સાથોસાથ વિવેકભાન પણ ભૂલી ગયા હતા અને જાહેરમાં ભાજપ વિશે ખુલ્લેઆમ વારંવાર અપશબ્દોનો પ્રયોગ કરતા જોવા મળ્યા. જેમાં તેમણે નિમ્નસ્તરના શબ્દોનો પ્રયોગ કર્યો.

આપને જણાવી દઈએ કે આ અગાઉ લલિત કગથરાએ પણ ભાજપના નેતાઓ વિશે વિવાદી ટિપ્પણી કરી હતી. કચ્છમાં આયોજિત એક કાર્યક્રમમાં લલિત કગથરાએ ભાજપના નેતાઓને લુપ્ત થતી પ્રજાતિ ગીધ સાથે સરખાવ્યા હતા. જેમાં વધુ મોઢવાડિયાએ પણ આજે ભાંગરો વાટ્યો છે.

Published on: Sep 04, 2022 11:14 PM
g clip-path="url(#clip0_868_265)">