Ahmedabad: બોપલમાં 5 સપ્ટેમ્બરથી શરુ થશે સફાઇ ઝુંબેશ, અમિત શાહની સૂચના બાદ 53 કામદારોની રોજમદાર તરીકે કરાઈ નિમણૂંક

Ahmedabad: બોપલમાં 5 સપ્ટેમ્બરથી શરુ થશે સફાઇ ઝુંબેશ, અમિત શાહની સૂચના બાદ 53 કામદારોની રોજમદાર તરીકે કરાઈ નિમણૂંક

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 12:18 PM

બોપલનો અમદાવાદમાં (Ahmedabad) સમાવેશ થયા બાદ સફાઇ મુદ્દે વિવાદ થયો હતો. છેલ્લા બે વર્ષથી કાયમી કરવાની માગ સાથે સફાઇ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.

આવતીકાલથી અમદાવાદના બોપલમાં સફાઇ ઝુંબેશ શરૂ થઇ શકે છે. કોર્પોરેશને નિમણૂંક કરેલા 53 રોજમદારો કાલથી સફાઇ અભિયાનમાં (Clean-up campaign) જોડાઇ શકે છે. સફાઇ અંગે અમિત શાહની સૂચના બાદ મ્યુનિસિપલ કમિશનરે 53 રોજદારોની નિમણૂંક કરી છે પરંતુ તેઓ કાલથી સફાઇ અભિયાનમાં જોડાઇ શકે છે. બોપલનો અમદાવાદમાં (Ahmedabad) સમાવેશ થયા બાદ સફાઇ મુદ્દે વિવાદ થયો હતો. છેલ્લા બે વર્ષથી કાયમી કરવાની માગ સાથે સફાઇ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. જેથી બોપલમાં સફાઇ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. આખરે સફાઇનો વિવાદ ન ઉકેલાતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) દરમિયાનગીરી કરવી પડી હતી.

AMCમાં સમાવ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નહીં

બોપલ-ઘુમામાં ક્યાંક કચરાના ઢગ છે તો ક્યાંક ઉભરાતી ગટરની સમસ્યા.સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તાર ગ્રામ્યમાં હતો ત્યારે તો સમસ્યાની ફરિયાદ થતાની સાથે જ તેનું નિરાકરણ થઈ જતું હતું. પરંતુ AMCમાં સમાવ્યા બાદ આ વિસ્તારના લોકોને આપવામાં આવતી સુવિધાઓને ધ્યાને લેવામાં આવતી નથી.સાથે જ ક્યાં ફરિયાદ ક્યાં કરવી તે એક મોટો પ્રશ્ન છે.

અમદાવાદના અધિકારીઓને અમિત શાહે આપી હતી સૂચના

હદ તો ત્યારે થઈ ગઈ છે કે બોપલ-ઘુમામાં (Bopal -Ghuma) વધી રહેલી સમસ્યાને જોતા હવે ખુદ દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારીતા પ્રધાન અમિત શાહે અમદાવાદના અધિકારીઓને ટકોર કરવાની ફરજ પડી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાને સુચના આપી હતી કે આગામી ત્રણ દિવસમાં જ આ વિસ્તારની સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે. અમિત શાહની સૂચના મળતાની સાથે જ AMC તંત્ર દોડતું થયું, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ માટે અધિકારીઓનો ઉધડો લીધો અને ત્વરિતે સ્થાનિકોની સમસ્યા દૂર કરવાના આદેશ કર્યા.

g clip-path="url(#clip0_868_265)">