Ahmedabad : AMCનું ડિમોલીશન ! સોલા સિવિલ હોસ્પિટલ પાસે દબાણ દૂર કરવા 4 ઝૂંપડા તોડાયા, લારી-ગલ્લાને મળી છૂટ !
સોલા સિવિલની દીવાલ પાસે દુર ન કરાયેલા આ એવા દબાણો છે કે જેના કારણે 108 સહિતના અનેક વાહનોને સિવિલ હોસ્પિટલમાં પ્રવેશવામાં પણ મુશ્કેલીઓ ઉભી થાય છે. આ દબાણોમાંથી એક પણ દબાણની ખીલ્લી ઉપાડવાની હિંમ્મત કોર્પોરેશનની ટીમે કરી નથી.
Ahmedabad : કોર્પોરેશન કે પોલિસમાં ઓળખાણ હોય તો તમારા વાળ પણ વાકા ન થાય આવી વાતો અવારનવાર સાંભળવા મળતી હોય છે. પરંતુ ગઇકાલે કોર્પોરેશને કરેલી ડિમોલ્યુશનની કામગીરીમાં આવું જ કંઇક જોવા મળ્યું. જેમાં (Demolition)દબાણો દુર કરનાર (AMC)કોર્પોરેશનના અધિકારીઓના અસલી ચહેરા સામે આવ્યા.
અમારી પાસે પોલિસ કે કોર્પોરેશનના અધિકારીઓની ઓળખાણ નથી માટે અમારા મકાન તુટ્યા. આ વ્યથા છે કોર્પોરેશનની કામગીરીનો દેખાડો કરતી ટીમનો ભોગ બનેલા લોકોનો.
સોલા સીવીલની (Sola Civil)દીવાલને અડીને આવેલા 4 કાચા ઝુંપડા તોડવા માટે મોટે ઉપાડે કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટિમ પહોચી. કાચા ઝુપડા તોડાયા, ફોટા પડ્યા અને પ્રચાર થયો. તોડી પડાયેલા કાચા ઝુંપડા જે માત્ર પ્લાસ્ટિકના મેનિયાની છતો વાળા હતા તેને દૂર કરવામાં કોર્પોરેશનની ટિમને રસ હતો. પરંતુ નવાઇની બાબત એ છે કે આ જ દિવાલને અડિને આવેલા પાનના ગલ્લા – લારીઓ અને રેકડી વાળા ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટિમ દેખાયા નહી. કે પછી તે દેખતી આંખે આંધળા બન્યા.
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટિમની કામગીરી સામે પ્રશ્ન એ થાય છે કે દબાણ દૂર કરવા ગયેલી ટીમને કડકડતી ઠંડીમાં પ્લાસ્ટિકના ઝુંપડામાં રહેતા ગરીબોના આશિયાના દેખાયા. પરંતુ આ જ કેમ્પસની દિવાલ પાસે આવેલ આ દબાણો કેમ ન દેખાયા? પોલિસ અને કોર્પોરેશનની રહેમ રાહ હેઠળ ધમધમતા આ દબાણો પર કોની રહેમ નઝર છે.
સોલા સિવિલની દીવાલ પાસે દુર ન કરાયેલા આ એવા દબાણો છે કે જેના કારણે 108 સહિતના અનેક વાહનોને સિવિલ હોસ્પિટલમાં પ્રવેશવામાં પણ મુશ્કેલીઓ ઉભી થાય છે. આ દબાણોમાંથી એક પણ દબાણની ખીલ્લી ઉપાડવાની હિંમ્મત કોર્પોરેશનની ટીમે કરી નથી. અમે નડતર રુપ ન હતા તેવા 4 ઝુપડા હટાવીને પોતાની કામગીરીનો દેખાડો કોર્પોરેશનના અધિકારીઓ દબાણો દુર કરવાના બહાને કરી રહ્યા છે. એક જ દીવાલ પર દબાણ હટાવવા આવા બે તરફી નિયમો કેટલા યોગ્ય ?
મૂંગા મોઢે કોર્પોરેશનના નક્કી કરાયેલા નિયમને સહન કરતા આ ગરીબો નો એટલો જ વાંક કે એમની પાસે કોઈ AMC કે Police ની લાગવગ કે ઓળખાણ નથી. ત્યારે શું શહેર ભરમાં દબાણો દુર કરતી ટિમો પોતાના મન ફાવે તેવા નિયમો આધારે દબાણો દુર કરતી હશે તે એક મોટો સવાલ છે. સોલા સિવિલના મુખ્યમાર્ગના દબાણો AMCની ટીમ દ્વારા હવે ખસેડાય છે કે પછી રહેમરાહે તેને ધમધમતા રખાય છે તે મોટો સવાલ છે.
આ પણ વાંચો : કચ્છ : હેવાન પિતાએ 4 માસની દિકરીનું મારી નાંખવાના ઇરાદે અપહરણ કર્યુ, પરંતુ પોલિસે કારસો નિષ્ફળ બનાવ્યો !
આ પણ વાંચો : “લતાદીદી સંગીતના દેવી છે” રાજકોટના ગાયકે સ્મૃતિ મંદિર બનાવવાની કરી જાહેરાત