અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમેરિકન વકીલનો ચોંકાવનારો દાવો, પાયલટનો કોઈ વાંક ન હતો…. બ્લેક બોક્સનો ડેટા માગ્યો
અમદાવાદમાં 12 જૂને લંડન જઈ રહેલુ ઍર ઈન્ડિયાનું વિમાન (AI-171) ઉડાન ભર્યાની 30 જ સેકન્ડમાં ક્રેશ થયુ હતુ જેમા સવાર તમામ યાત્રીકોના મોત થયા હતા. આ પ્લેનક્રેશ દુર્ઘટનાના પીડિતોનો કેસ લડી રહેલા અમેરિકન વકીલે ચોંકાવનારો દાવો કર્યો છે અને બ્લેક બોક્સના ડેટાની માગ કરી છે

અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની પ્લેન ક્રેશ (AI-171) દુર્ઘટનામાં માર્યા ગયેલા અમેરિકન લોકોના પરિવારોના વકીલે હવે વિમાન દુર્ઘટના અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. હકીકતમાં, વકીલનું કહેવું છે કે નવા પુરાવાઓ દર્શાવે છે કે વિમાનની પાણીની ટાંકીમાં લીકેજને કારણે શોર્ટ સર્કિટને કારણે આ અકસ્માત થયો હતો. વકીલે વિમાનના બ્લેક બોક્સનો ડેટા માંગ્યો છે. અમેરિકાના વકીલે દાવો કર્યો છે કે ઍર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં પાઇલટનો કોઈ વાંક નહોતો.
અમેરિકી વકીલે વિમાનના બ્લેક બોક્ટના ડેટાની માગ કરી
ઍર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના પરિવારોનો કેસ લડી રહેલા અમેરિકી વકીલ માઈક એન્ડ્રુઝે અમેરિકી કાયદા અંતર્ગત એક અરજી આપી છે. જેમા વિમાન દુર્ઘટા સંબંધિત ઉડ્ડયન ડેટા રેકોર્ડર (FDR) ની જાણકારી દેવાની માગ કરવામાં આવી છે. એન્ડ્ર્યુઝે નવા સબૂતોના આધાર પર દાવો કર્યો છે કે પાણી લીક થવાને કારણે વિમાનમાં શોર્ટ સર્કિટ થઈ હતી, પાયલટનો કોઈ વાંક ન હચો. એન્ડ્રુઝે દાવો કર્યો છે કે શોર્ટ સર્કિટને કારણે ઈંધણની સ્વિચ આપોઆપ બંધ થઈ શકે છે.
અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના નિર્દેશોના આધારે કર્યો દાવો
અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝે પોતાના દાવાના સમર્થનમાં અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના ફ્લાઇટ સૂચનાઓનો ઉલ્લેખ કર્યો. એન્ડ્રુઝે કહ્યું કે 14 મે, 2025 ના રોજ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા જારી કરાયેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું હતું કે વિમાનના વોટરલાઇન કપલિંગમાં પાણીના લીકેજના ઘણા કિસ્સાઓ નોંધાયા છે. સૂચનાઓમાં ચેતવણી આપવામાં આવી હતી કે પાણીના લીકેજથી વિમાનના ઇલેક્ટ્રોનિક સાધનોના ક્ષેત્રમાં ભેજ થઈ શકે છે. FAA અનુસાર, આ પાણીના લીકેજને કારણે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ભીના થઈ શકે છે અને શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ તેના નિર્દેશોમાં બોઇંગ કંપનીના કેટલાક બોઇંગ મોડેલ વિમાનો જેમ કે 787-8, 787-9, 787-10 નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અકસ્માતનો ભોગ બનેલું ઍર ઇન્ડિયાનું વિમાન પણ 787-8 ડ્રીમલાઇનર જ હતું.
પ્લેનમાં સવાર તમામ 260 લોકોના મોત
FAA ના સૂચનો મુજબ ઇલેક્ટ્રોનિક સાધનોના એરિયામાં પાણી પ્રવેશતું અટકાવવા માટે રચાયેલ ભેજ અવરોધક સીટ ટ્રેકનું પરીક્ષણ જરૂરી હતું. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ ઍરપોર્ટથી ઉડાન ભરી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ. આ પ્લેનમાં સવાર તમામ યાત્રિકો અને ક્રુ મેમ્બર સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB) એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ટેકઓફ થયાના માત્ર 90 સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ કારણે વિમાન ઝડપથી પડી ગયું. આ અકસ્માત તાજેતરના ઇતિહાસમાં ભારતમાં થયેલા સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓ પૈકીની એક છે.
