Ahmedabad: પૈસાની લેતીદેતીમાં એક યુવકનું કરાયુ અપહરણ, પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીની કરી ધરપકડ
Ahmedabad: શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી એક યુવકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. પોલીસને કંટ્રોલ મેસેજ મળતા બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી અપહરણના ગુનાનો ભેદ ઉકેલ્યો.
અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલી આશિષ હોટેલમાંથી એક યુવકનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કરવામાં આવ્યુ. હતુ. જેમાં આરોપી ધીરજ પાંડે અને નીરજ પાઠક જયરાજ સાથે ઝઘડો કરીને તેને બાઈક પર અપહરણ કરીને થલતેજ લઈ ગયા હતા. બન્ને આરોપી ભેગા મળીને જયરાજ સુરતી નામના યુવકનું બાઈક પર અપહરણ કરી એક ગોડાઉનમાં ગોંધી રાખ્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગોતામાં રહેતો જયરાજ સુરતી ડીજે વગાડવાનો વ્યવસાય કરે છે.
થોડાક દિવસ પહેલા આરોપી ધીરજ પાંડે અને ફરિયાદી યુવક જયરાજ સુરતીએ ITC નર્મદા હોટલ ખાતે એક ઇવેન્ટનું કામ લીધું હતું. જે બાદ ફરિયાદી અને આરોપી વચ્ચે પૈસાની લેતીદેતી ચાલતી હતી. જેમાં આરોપીને 57 હજાર રૂપિયા ફરિયાદી જયરાજ સુરતી પાસે લેવાના હતા. આ પૈસા જયરાજ આપતો ના હોવાથી બન્ને આરોપીઓ ભેગા મળી અપહરણ કરી લઈ ગયા હતા. જેનો પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ મળતા થલતેજ નજીક એસ.કે.કેટરસ ગૌડાઉનમાંથી યુવક છોડાવ્યો હતો.
પૈસાની લેતીદેતીમાં યુવકનું કર્યુ અપહરણ
પોલીસ તપાસ કરતા દાણીલીમડા પાસે આવેલ આશિષ હોટલમાં ફરિયાદી જયરાજ બેઠો હતો. તે સમયે આરોપી ધીરજ પાંડે અને નીરજ પાઠક આવીને જયરાજ સાથે ઝઘડો કરીને બાઇક પર અપહરણ કરીને થલતેજ લઈ ગયા. જે થલતેજ વોટર વર્ક્સ પાસે આરોપી નીરજ પાઠક ડેકોરેશના ગોડાઉન માં બેસાડી રાખ્યો હતો. રવિવારની સવારે 10.30 વાગ્યે ગોડાઉન પર ગોંધી રાખીને સાંજના 6.30 વાગ્યા સુધી રાખ્યો હતો.
અપહ્યત યુવક જયરાજે માતાને ફોન કરતા માતાએ પોલીસ કંટ્રોલમાં કરી હતી જાણ
આરોપીઓ પૈસા આપવા ફરિયાદી જયરાજ દબાણ કરતા હતા. જેથી જયરાજએ એક ફોન કરવાનું કહ્યું હતું. બાદમાં આરોપીઓ ફોન આપ્યો હતો ત્યારે જયરાજે તેની માતાને સીધો ફોન કરીને કહ્યું કે મારું અપહરણ થઈ ગયું છે. જે બાદ માતાએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા બોડકદેવ પોલીસે મોબાઇલ ફોન ટ્રેસ કરીને આરોપી લોકેશન કાઢી ફરિયાદી જયરાજ છોડાવ્યો હતો. ત્યાં અપહરણ કરનાર બન્ને આરોપીની ધરપકડ કરી હતી. સામાન્ય પૈસાની લેતીદેતીમાં અપહરણ કરનાર બન્ને આરોપીને પોલીસે જેલ હવાલે કર્યા છે. બન્ને આરોપી અપહરણ કરવા પાછળ કોઈ અન્ય કારણ છે કે કેમ જેને લઈ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો