Ahmedabad : પત્નીની મશ્કરી કરવા બાબતે પતિ સાથે થઈ બોલાચાલી, મસ્તીખોરોએ યુવતીના પતિની કરી નાખી હત્યા

Ahmedabad: શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે વધુ કથળી રહી છે. સરદાર નગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કેટલાક યુવકોએ પત્નીની મશ્કરી કરતા પતિ સાથે બોલાચાલી થઈ હતી. આ વાતની અદાવત રાખી યુવકોએ ચાકુના ઘા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.

Ahmedabad : પત્નીની મશ્કરી કરવા બાબતે પતિ સાથે થઈ બોલાચાલી, મસ્તીખોરોએ યુવતીના પતિની કરી નાખી હત્યા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 22, 2023 | 8:34 PM

Ahmedabad: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાનો છેડ ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. ગુનાહિત તત્વોને જાણે કાયદાનો કે પોલીસનો ડર જ ન રહ્યો તેમ છાશવારે હત્યા જેવા ગંભીર ગુના આચરતા જરા પણ અચકાતા નથી. સરદારનગરમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમા પત્નીની મશ્કરી કરતા કેટલાક યુવકોને તેના પતિએ અટકાવતા તેની સાથે બોલાચાલી થઈ હતી. આ વાતની અદાવત રાખી યુવકોએ પતિને બોલાવી ચાકુના ઘા જીંકયા હતા. જેમા પતિનું મોત નિપજ્યુપ છે. ઉલ્લેખનીય છે કે યુવતીનો પતિ અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

બોલાચાલી બાદ યુવકોએ પતિને ચાકુના ઘા મારી કરી હત્યા

સમગ્ર ઘટનાની હકીકત અનુસાર શહેરના સંતોષીનગરના નાકા પર ગત 18 જૂને ગોપાલ ઠાકોર નામના યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર નામના બે યુવકોએ ગોપાલ ઠાકોરને છરી મારીને હત્યા નીપજાવી હતી. જોકે હત્યા પાછળનું કારણ અલગ હતું. મૃતક ગોપાલ ઠાકોરની પત્ની સાંજના સમયે તેની માતાના ઘરે હતી ત્યારે માતાનાં ઘરે કામ કરતા કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલુ પરમાર ત્યાં આવ્યા હતા અને કિરણ ઉર્ફે ટીકડી તવર મહિલાની મશ્કરી કરતો હતો. તેથી તેના પતિ ગોપાલ ઠાકોરે પત્નીની મશ્કરી કરવાની ના પાડી હતી, જે દરમિયાન બંને આરોપીઓ અને પતિ ગોપાલ ઠાકોર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બંને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: સનાથલ બ્રિજ પર ગાબડા પડવા મુદ્દે ઔડાએ બ્રિજ બનાવનાર કંપનીને ફટકારી નોટિસ, SVNIT કરશે બ્રીજની ગુણવત્તાની ચકાસણી

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આરોપીઓ અને મૃતક યુવકનો ગુનાહિત ઈતિહાસ

થોડીવાર બાદ મહિલાનો પતિ ગોપાલ ઠાકોર ઘરની બહાર ખાટલા ઉપર બેઠો હતો, તે વખતે કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર ત્યાં આવ્યા હતા અને ગોપાલને બોલાવીને બહાર રોડ ઉપર લઈ ગયા હતા. થોડી વાર બાદ સંતોષીનગરના રોડ ઉપર કિરણ ઉર્ફે ટીકડી તવરે ગોપાલ ઠાકોરને પકડી રાખ્યો અને હિતેશ ઉર્ફે લાલો પરમારે પોતાના હાથમાં રહેલી છરીથી ગોપાલ ઠાકોરના પીઠના ભાગે છરીના ઘા માર્યા હતા. જેના કારણે ગોપાલ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલાની જાણ ગોપાલની પત્ની અને પરિવારને થતાં તેઓ ત્યાં પહોંચતા બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

હોસ્પિટલ પહોંચતા જ ગોપાલ ઠાકોરનું મોત

ગોપાલ ઠાકોરને હોસ્પિટલમાં લઈ જવાતા તેનું મોત નિપજ્યું હતું. જે બાદ સમગ્ર મામલે સરદારનગર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જોકે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમારની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં કિરણ ઉર્ફે ટીકડી તવર અગાઉ પ્રોહીબિશનના ગુનામાં ઝડપાયો છે તેમજ મૃતક ગોપાલ પણ અગાઉ પાકીટ ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">