Ahmedabad: એસજી હાઈવેના સોલા બ્રિજ પર મોડી રાતે કાર ચાલકે દંપતીને અડફેડે લેતા બંનેનાં મોત

ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણીયા અને તેમના પત્નિ જુલી ગઈકાલે મોડી રાતે એક્ટિવા લઈ અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપિઠની બ્રિજ પરથી પસાર થતા હતા, તે સમયે પુરઝડપે આવી રહેલી શિફ્ટ કાર તેમને અડફેટે લીધા હતા.

Ahmedabad: એસજી હાઈવેના સોલા બ્રિજ પર મોડી રાતે કાર ચાલકે દંપતીને અડફેડે લેતા બંનેનાં મોત
couple was killed when a car driver hit them
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 7:49 PM

અમદાવાદ (Ahmedabad) નો એસજી હાઈવે સોલા બ્રિજ પર મોડી રાતે કાર (Car) ચાલકે દંપતીને અડફેડે લેતા તેમનું મોત નિપજ્યુ હતું. બે મહિનાની મેરેજ એનિવર્સરી ઉજવી અને દંપતી પરત ફરતું હતું ત્યારે શિફ્ટ કાર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કરથી દંપતી ફંગોળાઈ બ્રિજ પરથી નીચે પડ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. એસ જી હાઇવે 1 પોલીસે ગુનો નોંધી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે. નોંધનીય છે કે ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણીયા અને તેમના પત્નિ જુલી ગઈકાલે મોડી રાતે એક્ટિવા લઈ અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપિઠની બ્રિજ પરથી પસાર થતા હતા, તે સમયે પુરઝડપે આવી રહેલી શિફ્ટ કાર તેમને અડફેટે લીધા હતા. જેમાં તેમના બ્રિજ પરથી નીચે પટકાતા મૃત્યુ થયા છે.

મૃતક દંપતીના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. અને ગઈકાલે તે બે મહિના એનિવર્સરી ઉજવવા માટે બહાર હોટલમાં જમવા ગયા હતા. તે સમયે પરત ઘરે ફરતા આ અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાનાર કારની ટક્કર એટલી જોરદાર હતી કે દંપતીને અડફેટે લીધા બાદ 100 મીટરના અંતરે તેઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા.. જોકે અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી તરત ફરાર થઈ ગયો હોવાનું અને વેજલપુર વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ પોલીસે કારના નંબરના આધારે ગુનો નોંધી અને આરોપી પકડવાની શરૂ કરી છે..ત્યારે સોલા બ્રિજ પર ડિવાઈડર નીચા હોવાથી બ્રિજ પર અકસ્માત માં બનતા જ બ્રિજ નીચે પટકાય છે..જેને લઈ તંત્ર દ્વારા આ ધ્યાન રાખી અટકવવા જરૂર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">