Ahmedabad: પીએમ મોદીની મુલાકાતને લઇને આજે ટ્રાફિક રુટમાં કરાયો ફેરફાર, ટ્રાફિક વિભાગે આ વૈકલ્પિક માર્ગ જાહેર કર્યા

|

Mar 11, 2022 | 10:39 AM

વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનના રાખીને અમુક રોડ અને વિસ્તારો નિયત સમયગાળા દરમિયાન બંધ રાખીને વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યા છે. જે મુજબ 11 તારીખે બપોરે 12 વાગ્યાથી ટ્રાફિકના પ્રતિબંધ લાગુ પડી જશે અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ ના થાય ત્યાં સુધી રૂટ પર પ્રતિબંધ લાગુ રહેશે.

Ahmedabad: પીએમ મોદીની મુલાકાતને લઇને આજે ટ્રાફિક રુટમાં કરાયો ફેરફાર, ટ્રાફિક વિભાગે આ વૈકલ્પિક માર્ગ જાહેર કર્યા

Follow us on

આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં(Ahmedabad) વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  જીએમડીસી ગ્રાઉન્ડમાં સરપંચ સંમેલન અને 12 માર્ચના રોજ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભના હાજરી આપવાના છે. જેના પલગે શહેર ટ્રાફિફ પોલીસે  ટ્રાફિક રુટમાં બદલાવ કર્યો છે. આ ટ્રાફિક વ્યવસ્થાને લઇને જાહેરનામું (Traffic Managment) પણ બહાર પાડવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનના રાખીને અમુક રોડ અને વિસ્તારો નિયત સમયગાળા દરમિયાન બંધ રાખીને વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યા છે. જે મુજબ 11 તારીખે બપોરે 12 વાગ્યાથી ટ્રાફિકના પ્રતિબંધ લાગુ પડી જશે અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ ના થાય ત્યાં સુધી રૂટ પર પ્રતિબંધ લાગુ રહેશે. ટ્રાફિક પોલીસે આ સાથે વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. આ કારણે બપોરના 12:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી હોટલ હ્યાત થઈને કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ

આ સમય દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવ થઈને શહીદચોક વસ્ત્રાપુર તળાવ થઈને માનસી ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને કેશવબાગથી ડાબી બાજુ વળીને અંધજન મંડળ ચાર રસ્તાથી જમણી બાજુ વળીને પાંજરાપોળ ચાર રસ્તા થઈને ગુલબાઈ ટેકરાથી દાદાસાહેબ પગલા ચાર રસ્તાથી વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.

કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ પ્રતિબંધીત

અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-2022’નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.

પૂર્વના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.

રીવરફ્રન્ટ પશ્ચિમ માર્ગ પણ બંધ રહેવાનો છે. તેમાં વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રીવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ નીચે સુધીનો રીવરફ્રન્ટ રોડ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે આશ્રમ રોડ-રીવરફ્રન્ટ પૂર્વનો માર્ગ એટલે કે, વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ થઈને આશ્રમ રોડથી પાલડી ચાર રસ્તા થઈને અંજલિ ચાર રસ્તા પર અવર-જવર કરી શકાશે. ઉપરાંત પૂર્વના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો-

PM Narendra Modi Gujarat Visit Live: PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, થોડીવારમાં એરપોર્ટ પર થશે આગમન, રોડ શૉનું આયોજન, 4 લાખ લોકો કરશે ભવ્ય સ્વાગત

આ પણ વાંચો-

Kutch: બન્નીના ઘાસના મેદાન અને પાણીની સમસ્યાના ઉકેલ માટે નીમાબેન આચાર્યએ યોજી બેઠક, આ યોજના અમલમાં મુકવા કરી માગ

Next Article