AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, એકલતાનો લાભ લઈ સગા કાકાએ 6 વર્ષની ભત્રીજી પર આચર્યુ દુષ્કર્મ

Ahmedabad: રાજ્યમાં વધુ એક માસૂમ હવસનો શિકાર બની છે. અમદાવાદમાં 6 વર્ષની ફુલ જેવી દીકરી પર સગા કાકાએ દુષ્કર્મ આચર્યુ છે. સંબંધોને લાંછન લગાવનાર નરાધમ કાકાની પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ નોંધી ધરપકડ કરી છે.

Ahmedabad: સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, એકલતાનો લાભ લઈ સગા કાકાએ 6 વર્ષની ભત્રીજી પર આચર્યુ દુષ્કર્મ
Mihir Soni
| Edited By: | Updated on: Apr 29, 2023 | 11:40 AM
Share

અમદાવાદમાં સંબંધોને લાંછન લગાવનાર કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મનો શિકાર બની છે. 6 વર્ષની ફુલ જેવી માસૂમ પર દુષ્કર્મ આચરનાર અન્ય કોઈ બાળકીના સગા કાકા છે. કાકાએ જ નાનકડી ભત્રીજીને હવસનો શિકાર બનાવી તેના પર દુષ્કર્મ આચર્યુ. નરાધમ કાકાની કરતુતથી 6 વર્ષની ભત્રીજી ડઘાઈ ગઈ હતી. આખરે હિંમત એક્ઠી કરી બાળકીએ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી.

નરાધમ કાકાએ સગી ભત્રીજી પર આચર્યુ દુષ્કર્મ

પોલીસે ફરિયાદને આધારે નરાધમ કાકાની ધરપકડ કરી છે. પોલીસ પકડમાં રહેલો રહેલ 20 વર્ષીય રાહુલે પોતાની સગી ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું છે. સગા કાકાએ કરેલી કરતૂતો સામે આવતા જ 6 વર્ષની દીકરીની માતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાની હકીકત મુજબ બાળકી ઘરમાં એકલી હતી અને તેના માતા-પિતા બહાર ગયા હતા, ત્યારે કાકાએ બાળકીની એકલતાનો લાભ લઈ અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ગત મોડી રાત્રે છ વર્ષની બાળકી અચાનક જ રડતા માતા તેની પાસે પહોંચી હતી. બાળકીએ શરીરમાં દુખાવો થતો હોવાની રજૂઆત કરી હતી.

બાળકીને રડતા રડતા માતાને જણાવી હકીકત

જે અંગે માતાએ પૂછપરછ કરતા બાળકીએ કાકાએ તેની સાથે કોઈ ગંદુ કામ કર્યું હોવાની હકીકત જણાવી હતી. જે અંગે પોલીસને જાણ થતા સોલા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો અથવા ગુનો નોધી બળાત્કારી કાકાની ધરપકડ કરવામાં આવી.

સોલા પોલીસે નરાધમ કાકા સામે પોક્સો હેઠળ નોંધી ફરિયાદ

સોલા પોલીસ મથકે બળાત્કારની રજૂઆત લઇ પહોંચેલા માતા-પિતાની હકીકત જાણ્યા બાદ પોલીસે બળાત્કારના આરોપીને ઘર નજીકથી જ ધરપકડ કરી હતી. જેમાં પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીએ પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોયા બાદ ભત્રીજી સાથે દુષ્કર્મ કર્યું હતું. જેથી પોલીસે બળાત્કારના ગુનામાં કાકાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. પરતું સગા કાકાની કરતૂતો સામે આવતા જ ઘરથી ભાગી ગયો હતો. પકડાયેલ રાહુલ અપરણિત છે અને મૂળ રાજસ્થાનનો છે પણ અમદાવાદમાં તેના ભાઈ સાથે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે.

આ પણ વાંચો: Ahmedabad: સોલામાં યુવકના આપઘાત કેસમાં મોટો ખૂલાસો, અશ્લિલ વીડિયો બતાવી બ્લેકમેલ કરી 8 લાખ પડાવ્યા હોવાનુ તપાસમાં ખૂલ્યુ

છેડતી અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં મોટાભાગના કેસમાં ભોગ બનનારના પરિચિત જ આરોપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અજાણ્યા યુવકોની નજરોથી બચી જતી દીકરીઓ ઘરમાં જ સુરક્ષિત નથી રહી. પરિચિતોની ગંદી હવસખોર નજરોથી કેવી રીતે સુરક્ષિત રહેશે તે મોટો યક્ષ પ્રશ્ન છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">