Ahmedabad: સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે ઘનશ્યામ મહારાજનો 79 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો,રાજોપચાર વિધિ પૂર્વક અભિષેક કરાયો

અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન- ઘનશ્યામ મહારાજનો 79 મો વાર્ષિક પાટોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજનો 44  મા પીઠાર્પણ ઉત્સવ પણ ઉજવાયો હતો.

Ahmedabad: સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે ઘનશ્યામ મહારાજનો 79 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો,રાજોપચાર વિધિ પૂર્વક અભિષેક કરાયો
Swaminarayan Maninagar Temple Patotsav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 6:09 PM

અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન- ઘનશ્યામ મહારાજનો 79 મો વાર્ષિક પાટોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજનો 44  મા પીઠાર્પણ ઉત્સવ પણ ઉજવાયો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ શ્રી અબજીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી ગુરુપરંપરાની મૂર્તિઓનો 79 મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શુદ્ધોદક, દૂધ, દહીં, શર્કરા,ઘી, મધ, અત્તર વગેરેથી રાજોપચાર વિધિ પૂર્વક અભિષેક વિધિ કરવામાં આવ્યો હતો.

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ૪૪ મા પીઠાર્પણ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ૪૪ મા પીઠાર્પણ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હજારો શ્રોતાઓ પર આશીર્વાદની હેલી વહાવતા પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, અક્ષરધામ તુલ્ય ભવ્ય અને દિવ્ય ગગનચુંબી શિખરબદ્ધ મંદિરનું સર્જન ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે.

 યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખે

સત્પુરુષો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. બધાએ આ ખટકો રાખવાનો છે. યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન ભેગા ભળશે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

દિવ્ય આશીર્વાદ બાદ ભવ્ય અન્નકૂટની આરતી ઉતારવામાં આવી હતી. ચતુર્થ દિવસીય આ મહોત્સવમાં શ્રી રહસ્યાર્થ પ્રદીપીકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણનો દેશ-વિદેશના હજારો હરિભક્તોએ દર્શન, શ્રવણ, દિવ્ય આશીર્વાદ વગેરેનો લ્હાવો લીધો હતો .

આ પણ વાંચો : Gujarati Video : અમરેલીમાં બળદથી ડરીને ભાગ્યા સિંહ અને તેના પાઠડા, જુઓ વાયરલ Video

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">