Ahmedabad: જુહાપુરામાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર 3 શ્વાને કર્યો હિંસક હુમલો, જુઓ Video
અમદાવાદના જુહાપુરમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે, ઘોડિયામાંથી બાળકીને 3 જેટલા શ્વાનોએ ખેંચી બચકા ભર્યા હોવાની ઘટના બની છે. બાંધેનિસાત સોસાયટીનો બનેએલા આ બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
અમદાવાદના જુહાપુરામાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જુહાપુરામાં બાળકી પર 3 શ્વાનોએ હિંસક હુમલો કર્યો હોવાની ઘટનાને લઈ ચકચાર મચી છે. મહત્વની વાત એ છે કે બાળકી ઘોડિયામાં સૂઈ ગઈ હતી જે દરમ્યાન 3 જેટલા શ્વાને તેને ખેંચી બચકા ભર્યા હતા. જુહાપુરાના સોનલ સિનેમા રોડ પર બાંધેનિસાત સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. શ્વાનના આતંકની ઘટનામાં મજૂરી કામ કરવા આવેલા પરિવારની બાળકી ભોગ બની છે. હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર અપાઈ રહી છે.
3 જેટલા શ્વાને નાની બાળકીને ઘોડિયામાંથી ઘસડીને ભર્યા બચકા
જુહાપુરામાં સોનલ સિનેમા રોડ પર બાંધેનિસાત સોસાયટીનો બનેલા આ બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં 3 જેટલા શ્વાન નાની બાળકીને ઘોડિયામાંથી ઘસડીને બચકાં ભરતા નજરે ચડે છે. હીંચકામાંથી 3 જેટલા શ્વાન બાળકીને નુકસાન પહોંચાડવાની ઘટનાની જાણ તેના પરિવારને થતાં પરિવાર માથે આભ ફાટયા સમાન સ્થિતિ બની હતી.
#Ahmedabad: Minor faces severe injuries in a brutal attack by #straydogs in Juhapura area #Gujarat #TV9News pic.twitter.com/Qq8vUjrANq
— Tv9 Gujarati (@tv9gujarati) April 21, 2023
સ્થાનિકોની નજર આ શ્વાન પર પડતાં બાળકીનો બચાવ
પોતાના મોઢા વડે 3 શ્વાનનું ઝુંડ બાળકીને જ્યારે ઘસડીને લાવી રહ્યું હતું આ સમયે અચાનક સ્થાનિકોની નજર શ્વાન પર પડી. આ ઘટના જોતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકીનો બચાવ કર્યો હતો. બાળકીને દાંત વડે પિખનાર શ્વાનને ત્યાંથી ભગાડવામાં આવ્યા, મહત્વનું છે કે બાળકીને ઈજા પહોંચી હોવાની પણ વાત સામે આવી હતી.
ઘોડિયામાં સૂતેલા બાળકને શ્વાને બનાવ્યો શિકાર
અગાઉ સુરતમાં પણ આવી જ ઘટના બની હતી. જ્યાં શ્વાન દ્વારા રસ્તા પર રમતા બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ અનેક જિલ્લાઓમાં આવા કિસ્સાઓ સામે આવ્યા છે. ફરી વાર અમદાવાદમાં પણ આવો જ બનાવ બન્યો છે તેમાં રમતા નહીં પરંતુ ઘોડિયામાં સૂતેલા બાળકને શ્વાને શિકાર બનાવ્યો. જેને કારણે નાન બાળકને ઈજા પહોંચી હતી. આસપાસ રહેલા સ્થાનિકોની સતર્કતાને પગલે આ બાળકીનો જીવ બચ્યો હતો.
આ પણ વાંચો : સુરતમાં શ્વાનનો આતંક યથાવત, ભેસ્તાન વિસ્તારમાં શ્વાન કરડતા 6 વર્ષના બાળકનું મોત
એક બાદ એક જિલ્લાઓમાં આવી ઘટનાઓ બનતી રહી છે. મહત્વનું છે કે આવી ઘટનાઓ અંગેના CCTV પણ સામે આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આ અંગે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અમદાવાદમાં ઘોડિયામાં સૂતેલી બાળકી સાથે બનેલી જાનલેવા ઘટનાને લઈ અન્ય બાળકોના વાલીઓને પણ ચેતવા જેવી આ ઘટના છે. સરકાર આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ શહેરીજનો દ્વારા કરવામાં આવી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…