AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stray Dog Attacked Child: નાગપુરમાં રખડતા શ્વાનના હુમલાનો દ્રશ્યો, 4 વર્ષના માસૂમને ઘેરીને બચકાં ભર્યા

Stray Dog Attacked Child: નાગપુરમાં રખડતા શ્વાનના હુમલાનો દ્રશ્યો, 4 વર્ષના માસૂમને ઘેરીને બચકાં ભર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 7:10 PM
Share

Stray Dog Attacked Child: મહારાષ્ટ્રના નાગપુરમાં રખડતા શ્વાનના એક ટોળાએ બાળક પર હુમલો કર્યો છે. અને, બાળકને લોહીલુહાણ કરી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. 4 વર્ષના બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો છે, અને બાળકને શ્વાનના ટોળાએ બચકાં ભરીને ઘાયલ પણ કર્યો છે, જુઓ આ વીડિયો.

Stray Dog Attacked Child: રખડતા પ્રાણીઓ અને શ્વાનના આતંક અને હુમલાના વીડિયો દેશભરમાંથી સામે આવી રહ્યા છે. લેટેસ્ટ વીડિયો મહારાષ્ટ્રના નાગપુરનો છે, જેણે અનેક લોકોના દિલને હચમચાવી નાખ્યા છે. ઘટના 11 એપ્રિલે સવારે 7 વાગ્યાની આસપાસની જણાવવામાં આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શ્વાનના એક જૂથે માત્ર 4 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. શ્વાનના ટોળાએ બાળકો પર હુમલો કરતાં બાળક લોહીલુહાણ થઈ ગયો હતો. વાસ્તવમાં, બાળક તેની ગલીમાં ક્યાંક એકલું જઈ રહ્યું છે, તે દરમિયાન કૂતરાઓ બાળકને ઘેરી લે છે અને તેને ઘાયલ કરી દે છે. આ દરમિયાન એક મહિલા આવે છે અને કૂતરાઓનો પીછો કરે છે, અને, શ્વાન પર પથ્થરો મારીને બાળકને બચાવી લે છે.

દેશભરમાં અવારનવાર શ્વાનના હુમલા બનાવો બનતા રહે છે 

તમને જણાવી દઈએ કે દેશભરમાં રખડતા પ્રાણીઓ અને કૂતરાઓને લઈને ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાજેતરમાં હૈદરાબાદમાં કૂતરાના હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે નાગપુરમાં બનેલી આ ઘટના બાદ લોકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો આ ઘટનાની ભારે નિંદા પણ કરી રહ્યા છે. અને, બાળકનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ તેવા પણ લોકોના માનસ પર સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : Maharashtra Politics: ગૃહપ્રધાન અમિત શાહ ચંદ્રકાંત પાટીલના નિવેદનથી નારાજ! આપી આ સલાહ

ગુજરાતમાં પણ અનેકવાર શ્વાનના હુમલાનો બનાવો પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને આવા બનાવોમાં કૂતરાઓ બાળકો પર હુમલા કરે છે. અને, એકલા રમતા બાળકને ટાર્ગેટ કરીને કુતરાઓ બાળકોને ઘાયલ પણ કરતા હોય છે. ત્યારે હવે આવા રખડતા શ્વાનને શહેરમાંથી દુર કરવાના પણ અવાજો ઉઠી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">