AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં તસ્કરો બેફામ, ઉસ્માનપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખ ચોરી તસ્કરો ફરાર- જુઓ સીસીટીવી વીડિયો

અમદાવાદમાં દિવસે દિવસે તસ્કરો બેફામ બની રહ્યા છે અને ચોરી લૂંટના બનાવો વધી રહ્યા છે. ઉસ્માનપુરામાં એક્ટિવાની ડેકીમાંથી 15 લાખની ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Mihir Soni
| Edited By: | Updated on: Jan 03, 2024 | 6:47 PM
Share

શહેરમાં એક બાદ એક ચોરી અને લૂંટ તથા ચિલઝડપના કિસ્સા સામે આવી રહ્યા છે. તેવામાં અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં એક વાહનની ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે જેને લઈ વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આંગડિયા પેઢીમાંથી લીધેલા નાણાંની થઈ ચોરી

અમદાવાદનાં રાણીપમાં રહેતા શાબાઝ શકીલ કુરેશી તેમના માસીના દીકરાના ત્યાં કામ કરે છે. રાણીપના બકરા મંડીમાં શાબાઝભાઈ નોકરી કરે છે. તેમના ત્યાં પશુઓની લે વેચના નાણાં આંગડિયા પેઢીમાં આવ્યા હતા. તે 15લાખ રૂપિયા તેઓ સીજી રોડ પર આંગડિયા પેઢીમાં લેવા ગયા હતા. આંગડિયા પેઢીમાંથી નાણાં લઈને શાબાઝ ભાઈ નીકળ્યા અને ઉસમાનપુરા પહોંચ્યા હતાં. ત્યાં વાહન પાર્ક કર્યા બાદ અજાણ્યા શખ્સો ડેકીમાંથી 15 લાખ ચોરી કરી ફરાર થઈ જતા વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ રામકથા માટે આવેલા જગદગુરુ રામભદ્રાચાર્યનો હુંકાર, અયોધ્યા બાદ કાશી અને મથુરા પણ લઈને રહીશુ- વીડિયો

તસ્કરો જાણભેદુ હોવાની પોલીસને આશંકા

આ મામલે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં ડેકી ખોલીને આરામથી તસ્કરો ડેકીમાથી પૈસા કાઢીને ફરાર થઈ જાય છે. પોલીસે ચોરીના સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે. હાલ ફરિયાદીની ઉલટ તપાસ ચાલી રહી છે. સાથે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આ ગુનો આચરનારની શોધખોળ શરૂ કરાઇ છે. ત્યારે ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાની પણ પોલીસને શંકા છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ તો વાડજ પોલીસે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">