AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સેટેલાઈટમાં 14 લાખની ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ, જુનો ઘરઘાટી જ નીકળ્યો ચોર

Ahmedabad: સેટેલાઈટમાં તસ્કરોએ ઘરમાંથી 14 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો ઘરમાંથી આખુ લોકર જ ચોરી ગયા હતા. જેમા જરૂરી દસ્તાવેજો પણ હતા. પોલીસે સીસીટીવીને આધારે આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમા જુનો ઘરઘાટીજ ચોર નીકળ્યો હોવાનો ખૂલાસો થયો છે.

Ahmedabad: સેટેલાઈટમાં 14 લાખની ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ, જુનો ઘરઘાટી જ નીકળ્યો ચોર
Mihir Soni
| Edited By: | Updated on: May 03, 2023 | 12:29 AM
Share

અમદાવાદમાં સેટેલાઈટમાં એક મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઘરમાંથી આખેઆખુ લોકર જ ઉપાડી ગયા હતા. જેમા 14 લાખ રોકડા અને જરૂરી દસ્તાવેજો હતો. ઘરફોડ ચોરીના આ કેસમાં સીસીટીવી તપાસ કરતા જુનો ઘરઘાટી જ ચોર નીકળ્યો હોવાનો સીસીટીવી ફુટેજ દ્વારા ખૂલાસો થયો છે. ઘરફોડ ચોરીના આ ગુનામાં પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનો ઘરઘાટી જ નીકળ્યો ચોર

સેટેલાઈટમાં આવેલ ચરણકૃપા સોસાયટીમા એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘરમાં કામ કરતો જૂનો ઘરઘાટી ચોર નીકળ્યો. સમગ્ર ઘટનાક્રમ મુજબ ચરણકૃપા સોસાયટીમા 11 નંબર મકાનમાં રહેતા મિત શાહ તેમના પત્ની અને બાળકો સાથે બહારગામ ફરવા ગયા હતા. જે સમયે ઘરમાં વૃદ્ધ માતા પરેશાબેન એકલા હતા અને ઘરમાં રીનોવેશન કામકાજ ચાલી રહ્યું હતું. તેવામાં અચાનક રૂમમાં પડેલ લોખંડનું એક લોકર જોવા ન મળતા વૃદ્ધ માતાએ પુત્રને જાણ કરી હતી. જે બાદ સીસીટીવી ફુટેજને આધારે તપાસ કરતા અગાઉનો જૂનો ઘરઘાટી કિશન દેવડા સહિત અજાણ્યા 3 શખ્સો ચોરી કરી હોવાનું સામે આવ્યું. જેના આધારે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધવામાં આવ્યો.

આ પણ વાંચો: Ahmedabad: પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ, જાહેરમાં મારામારીની ઘટના CCTVમાં કેદ, જુઓ Video

સીસીટીવી ફુટેજ દ્વારા ચોરની થઈ ઓળખ

સીસીટીવી તપાસ કરતા ચોર ટોળકીમાંથી એક આરોપીને મકાન માલિક ઓળખી ગયા હતા. જે દોઢ મહિના પહેલા જ ઘરઘાટી તરીકે તેને નોકરી પર હતો. જે બાદ છૂટો થઈ ગયો હતો. ત્યારે ચોર ટોળકી ઘરમાંથી લઈ ગયેલા લોકરમાં 14 લાખ રોકડા,બેંકની ચેકબુક અને એક પેન ડ્રાઇવ હતી. ઘરમાં રીનોવેશન કામ ચાલી રહ્યું હોવાથી એક જગ્યાએ પાર્ટીશન કર્યું હતું. જેને દૂર કરીને આરોપી ઘર અંદર પ્રવેશ કર્યો હતો અને બાદમાં વજનદાર આખી લોખંડનું લોકર લઈને ફરાર થઈ ગયા હતા પરંતુ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસે એક આરોપીની અટકાયત કરી છે પણ તેની પાસેથી રોકડ રકમ મળી નથી આવી. જેને લઈ પોલીસે અન્ય આરોપી પકડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
g clip-path="url(#clip0_868_265)">