NEETની પરીક્ષામાં ગેરરીતિ સામે ગુજરાત કોંગ્રેસ આકરા પાણીએ, નક્લી ચલણી નોટો ઉડાડી કર્યા ઉગ્ર દેખાવ- VIDEO

|

Jun 21, 2024 | 5:47 PM

NEETની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે હવે કોંગ્રેસે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે NEETની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. નક્લી નોટો સાથે આવેલા NSUIના કાર્યકર્તાઓએ નોટો ઉડાડી ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યા

હાલ દેશભરમાં NEETની પરીક્ષાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. NEETના પરિણામો સામે આવ્યા બાદ જે પ્રકારે ગેરરીતિ સામે આવી છે તેમા પરીક્ષા લેનારી સંસ્થા NTAની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે. આ સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ગુજરાત કોંગ્રેસ દ્વારા NEETની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા.

NEET ની પરીક્ષા રદ કરી RE- NEET યોજવાની કોંગ્રેસની માંગ

500 ના દરની નક્લી નોટો ઉછાળી ભાજપની સરકારને પેપર લીક સરકાર ગણાવતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યા કે “ભાજપ દ્વારા પૈસા લો અને પેપર લીક કરો, પૈસા લો અને પાસ થાઓ” ની નીતિ અપનાવવામાં આવી રહી છે.તેની સામે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ. શૈલેષ પરમારનો આરોપ છે કે ડરી ગયેલી ભાજપની સરકારે મંજૂરી માગી હોવા છતા પ્રદર્શનની મંજૂરી આપતી નથી. પોલીસના દમન ઉપર પ્રદર્શનકર્તાઓને ડિટેન કરવામાં આવે છે. કોંગ્રેસની માગ છે કે પેપર લીક માટેનો દેશમાં કાયદો બનવો જોઈએ.  NEET ના પેપર લીક થવા મુદ્દે સુપ્રીમ કોર્ટના સીંટીગ જજના વડપણ વાળી સમિતિ પાસે ફોરેન્સીક તપાસની કોંગ્રેોસ  માગ કરી રહી છે.

નક્લી ચલણી નોટો, ગ્લુકોઝ બોટલ અને ડૉક્ટરી સાધનો સાથે  દેખાવો

આ તરફ મંજૂરી વિના પ્રદર્શન કરતા હોવાથી પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી હતી. NSUIના કાર્યકરોની ટીંગાટોળી કરી એક બાદ એક કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. NEET અને NETની પરીક્ષામાં ગેરરીતિને લઈ ઉગ્ર વિરોધ, હલ્લાબોલ અને નારેબાજી કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર, મનપાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રવક્તા મનિષ દોશી સહિત મોટી સંખ્યામાં NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં કોથળા ભરી ભરીને 500ના દરની નોટો ઉડાડવામાં આવી, ગ્લુકોઝ બોટલ અને ડૉક્ટરી સાધનો સાથે  દેખાવો સરકાર સામે દેખાવો કરવામાં આવ્યા.  કોથળા ભરી-ભરીને લાવેલા નક્લી ચલણી નોટો ઉડાડતા સમગ્ર રોડ નોટોથી ભરાઈ ગયો હતો.  ગુજરાત કોંગ્રેસનો આરોપ છે કે આજ સુધી  ભાજપ સરકાર એક પરીક્ષા ગેરરીતિ વિના કરાવી શકી નથી.

આ પણ વાંચો:  કાયમી શિક્ષક ભરતીની માગ સાથે રાજ્યના 13 હજારથી વધુ જ્ઞાન સહાયકો માલ સીએલ પર ઉતર્યા, આ છે મુખ્ય માગો- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:47 pm, Fri, 21 June 24

Next Video