તારીખ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ દ્વારા વિદ્યાર્થીઓ માટે AI એપ્લિકેશન્સ પર બે-દિવસીય એડવાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનાં મેન્ટર તરીકે માઈકાનાં ડૉક્ટરલ સ્કૉલર કુશ મહેતાએ બદલાતાં જતાં વિશ્વમાં બદલાતી ટેકનોલોજી દ્વારા કઈ રીતે વિવિધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ટૂલ્સ સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ શકે તેનાં વિષે જણાવ્યું હતું.
આ ઇવેન્ટમાં આર્કિટેકચર, ડિઝાઇન, બી.કોમ, એમબીએ સહિત વિવિધ કોર્સનાં વિધાર્થીઓને કમ્પ્યુટર પર AI ટૂલ્સની હેન્ડસ-ઑન ટ્રેનિંગ આપવામાં આવી. અંગત જીવનથી માંડીને જોબમાં, શિક્ષણથી માંડીને સોશિયલ મીડિયામાં AI એપ્લિકેશન્સ દ્વારા કન્ટેન્ટ ક્રિએશન, ડેટા એનાલિસીસ, પ્રોજેક્ટ વર્ક, ઓડિયન્સ એન્ગેજમેન્ટ વગેરે કામ બહુ સરળતાથી થઈ શકે છે તેની પૂરતી સમજ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને વિવિધ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા બદલાતી જતી ટેક્નોલોજીને સમજી, AI નાં ઉપયોગ દ્વારા કાર્ય-કુશળતા કેળવવા અને કાર્ય-દક્ષતા વધારવાનાં હેતુ ધરાવતાં આ વર્કશોપનું આયોજન ડૉ. દિવ્યા સોની (ડિરેક્ટર-LJIMC) દ્વારા કરવામાં આવ્યું હતું. વર્કશોપનાં અંતે ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો: Somnath Demolition: સોમનાથ કોરિડોરની પરિકલ્પના પૂર્ણ થશે ત્યારે લોકો આ IPS અધિકારીને કરશે યાદ