અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે, મુસાફરોને મળશે રાહત

અમદાવાદથી પસાર થતી પાંચ Trainમાં  મુસાફરોની સગવડ માટે અને વધારાની સંખ્યામાં સમાયોજિત કરવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5  ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે, મુસાફરોને મળશે રાહત

અમદાવાદથી પસાર થતી પાંચ Trainમાં  મુસાફરોની સગવડ માટે અને વધારાની સંખ્યામાં સમાયોજિત કરવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5  ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

 

અસ્થાયી રૂપે ઉમેરવાના વધારાના કોચની વિગતો નીચે મુજબ છે: –

 

1. ટ્રેન નંબર 02971/02972 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ બાંદ્રા ટર્મિનસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર)થી 02/02/2021 થી 27/02/2021 અને ભાવનગર ટર્મિનસ (સોમવાર, બુધવાર અને શુક્રવાર)થી 01/02/2021થી 26/02/2021 સુધી જોડવામાં આવશે.

 

2. ટ્રેન નંબર 09455/09456 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ બાંદ્રા ટર્મિનસ (દૈનિક)થી 02/02/2021થી 01/03/2021 અને ભુજ (દૈનિક)થી 01/02/2021થી 28/02/2021 સુધી જોડવામાં આવશે.

 

3. ટ્રેન નંબર 09115/09116 દાદર-ભુજ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ દાદરથી (દૈનિક) 02/02/2021થી 01/03/2021 અને ભુજથી (દૈનિક) 01/02/2021થી 28/02/2021 સુધી જોડવામાં આવશે.

 

4. ટ્રેન નંબર 02941/02942 ભાવનગર ટર્મિનસ-આસનસોલ જંકશન એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર કોચ ઉમેરવામાં આવશે. આ કોચ ભાવનગર ટર્મિનસ (મંગળવાર)થી 02/02/2021થી 23/02/2021 અને આસનસોલ જંકશન (ગુરુવાર)થી 04/02/2021થી 25/02/2021 સુધી જોડવામાં આવશે.

 

5. ટ્રેન નંબર 09263/09264 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસમાં વધારાનો સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે. આ કોચ પોરબંદર (મંગળવાર અને શનિવાર)થી 02/02/2021થી 27/02/2021 અને દિલ્હી સરાઈ રોહિલા (સોમવાર અને ગુરુવાર)થી 04/02/2021થી 01/03/2021 સુધી જોડવામાં આવશે.

 

આ પણ વાંચો: PM Modi આવતીકાલે ‘પ્રબુદ્ધ ભારત’ જર્નલની 125મી વર્ષગાંઠ નિમિત્તે આપશે સંબોધન

Click on your DTH Provider to Add TV9 Gujarati