AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10 દિવસમાં 7 ગણી વધી, અમદાવાદમાં સૌથી વધુ 109 એક્ટિવ કેસ

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા 10 દિવસમાં 7 ગણો વધારો થયો છે. જેમાં 11 માર્ચના રોજ કોરોનાના નવા 51 કેસ નોંધાયા હતા. જેમાં કોરોનાના સૌથી વધુ 32 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 109 થયા છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10 દિવસમાં 7 ગણી વધી, અમદાવાદમાં સૌથી વધુ 109 એક્ટિવ કેસ
Gujarat Corona Active Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 5:08 PM
Share

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસમાં  છેલ્લા 10 દિવસમાં 7 ગણો વધારો થયો છે. જેમાં 11 માર્ચના રોજ કોરોનાના નવા 51 કેસ નોંધાયા હતા. જેમાં કોરોનાના સૌથી વધુ 32 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 109 થયા છે. જ્યારે રાજકોટમાં 06, ભાવનગરમાં 03, સુરતમાં 03, સાબરકાંઠામાં 02, ગીર-સોમનાથ 01, પોરબંદરમાં 01, સુરત જિલ્લામાં 01, સુરેન્દ્રનગરમાં 01, વડોદરામાં 01 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 181 થવા પામી છે. જ્યારે આજે 21 દર્દીઓ સાજા થયા છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.

વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિત લોકોને આ રોગથી વધુ સમસ્યાઓ થઈ શકે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બેથી ત્રણ અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે.

આ પણ વાંચો : Gujarati Video : રાજકોટની ઉત્કર્ષ એક્સલન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી, જુઓ Video

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
g clip-path="url(#clip0_868_265)">