સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

ACBએ અમદાવાદ અને જામનગર એમ બે સ્થળે ટ્રેપ કરીને મામલતદાર અને તલાટીને ઝડપી લીધા છે. જોકે મામલતદાર 1600 રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે, જ્યારે તલાટી 30 હજાર રુપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.

સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
મામલતદાર અને તલાટીને ACB એ ઝડપ્યા!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 8:48 PM

રાજ્યમાં લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી સપાટો બોલાવી રહી છે. શનિવારે ACB એ અમદાવાદ અને જામનગર એમ બે સ્થળે ટ્રેપ કરીને મામલતદાર અને તલાટીને ઝડપી લીધા છે. જોકે મામલતદાર 1600 રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે, જ્યારે તલાટી 30 હજાર રુપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. એસીબી ટીમે બંને લાંચ લેનારા અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરીને ધરપકડ કરી છે.

બંને ઘટનામાં નવાઈની વાત તો એ હતી કે, મામલતદાર કક્ષાના અધિકારી પણ 2 રુપિયા લેખે લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે તલાટી કક્ષાનો કર્મચારી મામલતદાર કરતા પણ વધારે રકમની લાંચ લેતા એસીબીએ ઝડપ્યો છે. લાંચ લેવાના બંનેના ઈરાદાને એસીબીએ ટ્રેપ ગોઠવીને પાણી ફેરવી દઈને જેલના હવાલે કર્યા છે.

મામલતદાર 1600 રુપિયા લાંચ લેતા ઝડપાયા

જામનગર જિલ્લામાં એસીબીએ લાલપુરના મામલતદાર બિપીન રાજકોટીયાના વતીથી પૈસા લેતા તેમના વચેટીયાને રંગે હાથ લાંચ લેતા ઝડપ્યો છે. બિપીન રાજકોટીયા સાથે વાતચીત કરીને તેમના વચેટીયા ખાખાભાઈ સાગઠીયાએ લાલપુરમાં લક્ષ્મીપાર્ક મેઈન રોડ પર જ એક ખુલ્લા પ્લોટ પાસે લાંચ લેતા ઝડપી લીધો હતો. મામલતદારે ફરિયાદીની માતાની સસ્તા અનાજની દુકાને સમયાંતરે તપાસણી દરમિયાન નીલ રિપોર્ટ બતાવવા માટે લાંચની રકમ માંગી હતી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

પ્રતિ રેશન કાર્ડ દીઠ રુપિયા 2 ની માંગણી મામલતદારે માસિક ધોરણે માંગી હતી. આમ ફરિયાદીની માતાની સસ્તા અનાજની દુકાનમાં 400 રેશનીંગ કાર્ડ હોઈ તેના લેખે માસિક 800 રુપિયા ગણીને બે મહિનાની રકમ 1600 રુપિયા ચૂકવી આપવા માટે જણાવ્યુ હતુ. આમ લાંચની રકમ ખાખાભાઈને વચેટીયા તરીકે ચુકવી આપતા એસીબીએ તેમને ઝડપી લીધા હતા. રેશનીંગની દરેક દુકાનમાથી આ રીતે રકમ ઉઘરાવાતી હતી કે કેમ એ સહિતની બાબતોના સવાલ ઉભા થયા છે.

તલાટી 30 હજાર લાંચ લેતા ઝડપાયો

અમદાવાદના દસક્રોઈ તાલુકાના કુંજાડ ગામના તલાટી અર્જૂન દયારામ શર્માએ 30 હજારની લાંચની રકમ માંગી હતી. ખેડૂતે પોતાની ખેતી લાયક જમીનમાંથી પોતાના પરિવારના સભ્યો કે જે મરણ ગયેલ છે, તેમના નામ કમી કરવા માટે થઈને અરજી કરી હતી. 7/12 અને 8-અ માંથી નામ કમી કરવા માટે ફરિયાદીએ રજૂઆત કરી હતી. જેને લઈ તલાટીએ લાંચની રકમ માંગી હતી. આથી ખેડૂતે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીએ છટકુ ગોઠવતા ગ્રામ પંચાયતની કચેરીમાં જ તલાટીએ લાંચની રકમ સ્વીકારતા જ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ  Team India: હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજા સાથે ત્રીજો ઓલરાઉન્ડર કોણ હશે, શાર્દૂલ ઠાકુર કે અક્ષર પટેલ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">