AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કલોલના ડીંગુચા પરિવારના મૃત્યુના એક વર્ષ બાદ ક્રાઈમબ્રાંચે કબુતરબાજીના કેસમાં અમદાવાદ અને કલોલના બે એજન્ટની કરી ધરપકડ

Ahmedabad: કલોલની ડીંગુચા પરિવારના મૃત્યુના એક વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કબુતરબાજીના આરોપમાં અમદાવાદ 1 અને કલોલના એક એમ કુલ મળીને બે એજન્ટની ધરપકડ કરી છે. તેમણે કલોલના ડીંગુચા પરિવારને ગેરકાયદે રીતે અમેરિકા મોકલ્યા હતા. જ્યાં બોર્ડર ક્રોસ કરતા ઠંડીના કારણે તેમનુ મોત થયુ હતુ.

કલોલના ડીંગુચા પરિવારના મૃત્યુના એક વર્ષ બાદ ક્રાઈમબ્રાંચે કબુતરબાજીના કેસમાં અમદાવાદ અને કલોલના બે એજન્ટની કરી ધરપકડ
કબૂતરબાજીમાં બે એજન્ટની ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Jan 15, 2023 | 4:13 PM
Share

ગેરકાયદેસર અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા ડીંગુચાના પરિવારના મૃત્યુના એક વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. સાથે જ અમદાવાદ અને કલોલના બે એજન્ટની ધરપકડ કરવામાં આવી. છેલ્લા સાત મહિનાની ખાનગી તપાસ બાદ કેનેડા અને અમેરિકાના બોર્ડર ક્રોસ કરાવતા એજન્ટો વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે બંને એજન્ટો છેલ્લા દસ વર્ષથી કબુતર બાજી કરતા હોવાનું સામે આવ્યું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપી ભાવેશ પટેલ કે જે કલોલનો રહેવાસી છે. અમદાવાદના યોગેશ પટેલ છે. બંને પટેલ યુવકો કબૂતરબાજીના માસ્ટરમાઈન્ડ છે. આ બંને યુવકોએ કલોલ અને મહેસાણાના 11 લોકોને અલગ અલગ દેશો ફેરવી કેનેડા મોકલ્યા. ત્યાંથી ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરાવવાના હતા.

જેમાંથી ડીગુંચાના એક જ પરિવારના ચાર સભ્યો 19 જાન્યુઆરી 2022ના રોજ અમેરિકા બોર્ડર ક્રોસ કરતાં મૃત્યુ પામ્યા હતા. જે બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી કબુતરબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ બાદ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ડિંગુચાના 4 લોકોના મોતનો કેસઃ ફ્લોરિડામાંથી માનવ તસ્કરીમાં પકડાયેલા શંકાસ્પદને બોન્ડ વિના મુક્ત કરી દેવાયો

ઝડપાયેલા બંને એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની પૂછપરછમાં એ હકીકત સામે આવી કે કબુતરબાજીના આ કૌભાંડમાં કેનેડા અને અમેરિકામાં રહેતા ફેનીલ તથા બીટુ પાજીના નામ સામે આવ્યા છે. બે એજન્ટો બોર્ડર ક્રોસિંગ માટે રૂપિયા લેતા અને અમેરિકામાં પ્રવેશ કરાવતા હતા.

સામાન્ય રીતે અમેરિકા બોર્ડર ક્રોસ કરવાનો એક વ્યક્તિનો ભાવ 11,500 ડોલર છે. પરંતુ વીનીપેગ બોર્ડર કે જ્યાં માઇનસ 35 ડિગ્રી ઠંડી સાથે ખુબ જ સંવેદનશીલ હોવાથી ત્યાં એજન્ટો 7500 ડોલરમાં બોર્ડર પાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. એક વ્યક્તિને અમદાવાદથી અમેરિકા મોકલવા માટે એજન્ટો 60થી 65 લાખ રૂપિયા પડાવતા હતા, જેમાંથી લોકલ એજન્ટ 30 લાખ રૂપિયા મેળવતો અને અન્ય રૂપિયા એજન્ટોમાં વહેંચાતા હતા.

અમદાવાદ અને કલોલના એજન્ટની ધરપકડ બાદ એ હકીકત સામે આવી કે બંને એજન્ટો છેલ્લા દસ વર્ષથી કબૂતરબાજીનું કૌભાંડ ચલાવી રહ્યા છે તો બીજી તરફ અમેરિકાની બોર્ડર ક્રોસ કરી ઝડપાયેલા સાત ગુજરાતી નાગરિકોના જામીનદારો પણ આ જ આરોપીએ કરી આપ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચ બોર્ડર ક્રોસ કરાવનાર એજન્ટો અને આવા જામીનદારોની શોધખોળ કરી રહી છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">