અનોખું ડીવાઈઝ : સાબરમતી નદીમાં આત્મહત્યાના થતા પ્રયાસોમાં હવે વ્યક્તિને બચાવશે આ ડીવાઈઝ !

|

Oct 16, 2021 | 5:03 PM

જયારે પણ આવી ઘટના બનશે ત્યારે આ ડીવાઈઝનું સેન્સર તરત જ કંટ્રોલરૂમને જાણ કરશે અને આ માહિતીને આધારે આગળ માહિતી પહોચતા જે - તે વ્યક્તિને બચાવી શકવાની શકયતા અનેક ગણી વધી જશે.

અનોખું ડીવાઈઝ : સાબરમતી નદીમાં આત્મહત્યાના થતા પ્રયાસોમાં હવે વ્યક્તિને બચાવશે આ ડીવાઈઝ !
A Unique device will now save a person from attempted suicide in Sabarmati river

Follow us on

AHMEDABAD : સાબરમતી રીવરફ્રન્ટ અને સવારમતી નદી પરના વિવિધ પુલ પરથી નદીમાં ઝંપલાવવાની અને આત્મહત્યા કરવાની ઘણી ઘટનાઓ બની ગઈ છે. એમાં પણ આયેશા કેસથી રાજ્ય સહીત સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. આયેશા બાદ પણ આવી જ રીતે વધુ એક મહિલાએ અંતિમ પગલું ભરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે એસઓજી-ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.સી.સોલંકી અને સ્ટાફ સરકારી કામ અર્થે ત્યાંથી પસાર રહ્યા હતા. અને આ સમય દરમિયાન એ મહિલા સાબરમતી નદીમાં ઝંપલાવવા જઈ રહી હતી. એ જ સમયે એસીપી બીસી સોલંકી સહિતના સ્ટાફની નજર નદીમાં કૂદકો મારવા જતી મહિલા પર પડી હતી અને તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને મહિલાને રોકી તેને સમજાવી હતી.

જયારે કોઈ પણ વ્યક્તિ અંતિમ પગલું ભરી નદીમાં ઝંપલાવે છે ત્યારે નજરે જોનારામાંથી કોઈ ફાયર વિભાગને કે પોલીસને જાણ કરે છે અને ફાયર કઅને પોલીસ જવાનો જેટલું જલ્દી થાય એટલા સમયમાં ત્યાં પહોચે છે, પણ તે વ્યક્તિનનું નદીમાં ઝંપલાવવું અને ફાયર જવાનોનું ત્યાં પહોચવું આ ગાળામાં ઘણો સમય વીતી જાય છે અને ક્યારેક તે વ્યક્તિને બચાવવામાં ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક સફળતા મળતી નથી.

વ્યક્તિને બચાવવામાં ફાયર અને પોલીસને જેટલો જલ્દી કોલ મળે અને જેટલી વહેલા જાણ થાય એ સમય મહત્વનો છે.પણ હવે અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલના બે વિદ્યાર્થીઓએ આનો ઉકેલ શોધી કાઢ્યો છે. અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલમાં ધોરણ-12માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કુશ અગ્રવાલ અને ત્રિશા સૈનીએ વ્યથિત વ્યક્તિના અંતિમ પગલાની તરત જ જાણ કરતું ડીવાઈઝ બનાવ્યું છે. આ ડીવાઈઝથી નદીમાં કોઈ જયારે ઝંપલાવે છે ત્યારે તરત જ કંટ્રોલરૂમને તેની જાણ થાય છે અને તે વ્યક્તિને મરતા બચાવી શકાય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જયારે પણ આવી ઘટના બનશે ત્યારે આ ડીવાઈઝનું સેન્સર તરત જ કંટ્રોલરૂમને જાણ કરશે અને આ માહિતીને આધારે આગળ માહિતી પહોચતા જે – તે વ્યક્તિને બચાવી શકવાની શકયતા અનેક ગણી વધી જશે.

કુશ અગ્રવાલ અને ત્રિશા સૈનીએ પોતાના આ ડીવાઈઝ અંગેના સમગ્ર પ્રોજેક્ટ અંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર સાથે મુલાકાત કરી હતી અને તેમની સમક્ષ આ સમગ્ર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. મેયર કિરીટ પરમારે તેમનું આ અનોખું ડીવાઈઝ જોઈને આ અંગે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિચારણા કરવામાં આવશે એવું જણાવ્યું છે.

આ પણ વાંચો : Supreme Court : સિંઘુ બોર્ડર પર હત્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ, પ્રદર્શન સ્થળ પરથી ખેડૂતોને દુર થવાની અપીલ

આ પણ વાંચો : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપના કેન્દ્રીય પ્રધાનો જનસભાઓ ગજવશે

Published On - 4:50 pm, Sat, 16 October 21

Next Article