ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપના કેન્દ્રીય પ્રધાનો જનસભાઓ ગજવશે

ગુજરાતના 2 કેન્દ્રીય પ્રધાનો 40 જનસભાઓ કરશે. આ અંર્તગત રવિવારે દેવુસિંહ ચૌહાણ અને ડૉ. મહેન્દ્ર મુંજપરાની જનસભાઓ યોજાશે.

ગુજરાતમાં(Gujarat)  વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપના(Bjp) કેન્દ્રીય પ્રધાનો સભાઓ ગજવશે. જેમાં ગુજરાતના 2 કેન્દ્રીય પ્રધાનો 40 જનસભાઓ (Jan Sabha) કરશે. આ અંર્તગત રવિવારે દેવુસિંહ ચૌહાણ અને ડૉ. મહેન્દ્ર મુંજપરાની જનસભાઓ યોજાશે. જેમાં રવિવારે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ગાંધીનગર જીલ્લામાં અને ડૉ. મહેન્દ્ર મુંજપરા અમદાવાદ જીલ્લામાં સભાઓ કરશે. તેમજ ઓબીસી સમાજ પ્રભાવિત બેઠકો અને જિલ્લાઓમાં વધુ જનસભાઓ યોજવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતના  વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 33  જિલ્લા અને 8 મહાનગરોમાં આજથી ભાજપે પ્રશિક્ષણ વર્ગની પણ શરૂઆત કરી છે.

આ પ્રશિક્ષણ વર્ગમાં જરૂરી માહિતી ઉપરાંત પાર્ટીની કાર્યપદ્ધતિ, વિચારસરણી, ભાજપાનો ઈતિહાસ, જનસંઘનો ઈતિહાસ, એકાત્મ માનવવાદ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી, મીડિયા , સોસિયલ મીડિયા, વિવિધ સમાજોને લગતા મુદ્દાઓ, યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજ મુદ્દે પ્રશિક્ષણ વર્ગ માં ચર્ચા કરવામાં આવશે. આ પ્રશિક્ષણ વર્ગમાં 17 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ વર્ગો 27 ઓક્ટોબર સુધી ચાલશે.

જેમાં આજની રાજકીય પરિસ્થિતિ અને ભાજપાના કાર્યકર્તાનો રાજકીય પરિસ્થિતિમાં શું યોગદાન અને શું તેમની કાર્યપદ્ધતિ હોઈ શકે તે અંગેની બધી જ બાબતોનો વિચાર-વિમર્શ હાથ ધરાશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અભિયાન વિભાગની યોજના હેઠળ ગુજરાત રાજ્યના 33 જિલ્લા અને ૮ મહાનગરોમાં પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :ગુજરાત રસીકરણમાં અવ્વલ નંબરે, રસીકરણનો આંક 6 કરોડ 24 લાખ પહોંચ્યો 

આ પણ  વાંચો:રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે દંડકારણ્યના પ્રત્યેક યાત્રાળુ દીઠ 5 હજારની આર્થિક સહાય અપાશે : પ્રવાસન મંત્રી

Click on your DTH Provider to Add TV9 Gujarati