AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું અચાનક પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ હતું કારણ

સ્પાઈસ જેટના એક વિમાનને મંગળવારે રાત્રે એટલે કે 5 ડિસેમ્બરે પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અમદાવાદથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એરલાઈન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટને ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવી હતી.

અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું અચાનક પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ હતું કારણ
| Updated on: Dec 06, 2023 | 9:54 AM
Share

આવા સમાચાર સતત આવે છે કે કોઈપણ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ક્યારેક ટેકનિકલ ખામીને કારણે તો ક્યારેક કોઈની ખરાબ તબિયતના કારણે આવું થાય છે. આ વખતે સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવી

5 ડિસેમ્બરે રાત્રે લગભગ 9.30 વાગ્યે સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટને ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવી હતી.

વિમાન ફરી દુબઈ જવા રવાના થઈ ગયું હતું

સ્પાઈસજેટે આ વિશે જણાવ્યું કે, પ્લેન બોઈંગ 737 અમદાવાદથી દુબઈ જઈ રહ્યું હતું. તે દરમિયાન 27 વર્ષીય મુસાફર ધકાલ દર્મેશને સુગર લેવલ ઓછું થવાને કારણે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી પ્લેનને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. અહીં મેડિકલ ટીમે પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. સારવાર બાદ મુસાફર સ્વસ્થ થઈ ગયો અને વિમાન ફરી દુબઈ જવા રવાના થઈ ગયું હતું.

પહેલા પણ ઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ પણ કરાવ્યું હતું

તમને જણાવી દઈએ કે ગયા મહિને જ 24 નવેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સે માહિતી આપી હતી કે સાઉદી અરેબિયાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સી છે. ફ્લાઈટમાં એક મુસાફરની તબિયત લથડી હતી. જેના કારણે ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

મુસાફર બચી શક્યો ન હતો

ઈન્ડિગો દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના કરાચીમાં એક ડૉક્ટરે પેસેન્જરની તપાસ કરી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. જ્યારે પ્લેન પરત આવ્યું ત્યારે પેસેન્જરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ચેન્નાઈમાં ચક્રવાતે વધારી મોંઘવારી, હવાઈ ભાડું 171 ટકા વધી ગયું, અનેક ફ્લાઈટ રદ જાણો અહીં 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">