માસ પ્રમોશન છતાં ઓછું રજિસ્ટ્રેશન થતા ડિપ્લોમા કોલેજોની મુશ્કેલી વધી, 50 ટકા સીટો ખાલી રહેવાની સંભાવના

ACPDC Diploma Admission 2021 : આ વર્ષે ડિપ્લોમા કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બે મહિનાથી ચાલી રહી છે.બે મહિનામાં 64 હજાર સીટોની સામે માત્ર 38 હજાર વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

માસ પ્રમોશન છતાં ઓછું રજિસ્ટ્રેશન થતા ડિપ્લોમા કોલેજોની મુશ્કેલી વધી, 50 ટકા સીટો ખાલી રહેવાની સંભાવના
50 per cent seats are likely to be vacant in diploma colleges due to less enrollment
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Aug 16, 2021 | 5:56 PM

AHMEDABAD : આ વર્ષે માસ પ્રમોશન છતાં ધોરણ-10 પછી ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ (ACPDC Diploma Admission 2021) માટે વિદ્યાર્થીઓનું ઓછું રજિસ્ટ્રેશન થતા ડિપ્લોમા કોલેજોની મુશ્કેલી વધી છે.ધોરણ-10માં ગ્રેસિંગ માર્ક્સ સાથે પાસ થયેલા 1.73 લાખ વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમામાં પ્રવેશ આપવા કોલેજ સંચાલકોએ માગ કરી છે.

કુલ સીટોની સામે 50 ટકા રજિસ્ટ્રેશન આ વર્ષે ડિપ્લોમા કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બે મહિનાથી ચાલી રહી છે.બે મહિનામાં 64 હજાર સીટોની સામે માત્ર 38 હજાર વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.સીટોની સામે માંડ 50 ટકા વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.ઓછા રજિસ્ટ્રેશનને કારણે પ્રવેશ પહેલા જ ડિપ્લોમાની 25થી 30 હજાર સીટો ખાલી રહેશે.

ગત વર્ષે ધોરણ-10નું 60 ટકા પરિણામ આવ્યું હતું છતાં પણ 45 હજાર વિદ્યાર્થીઓએ ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.જ્યારે ચાલુ વર્ષે માસ પ્રમોશનને કારણે ધોરણ 10નું 100 ટકા પરિણામ આવ્યું હોવા છતાં વિદ્યાર્થીઓનું ઓછું રજિસ્ટ્રેશન થયું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગ્રેસીંગથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશની માગ ઓછું રજિસ્ટ્રેશન થતા પ્રવેશ કમિટી દ્વારા બે મહિનાથી રજિસ્ટ્રેશન કરાવવાની મુદત વધારવામાં આવી રહી છે..ઓછું રજિસ્ટ્રેશન થતા ડિપ્લોમા કોલેજના સંચાલકોએ માંગ કરી છે કે ધોરણ 10માં ગ્રેસિંગ માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમામાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવે.

હાલના નિયમ મુજબ 35 ટકા માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવી શકે છે.ચાલું વર્ષે માસ પ્રમોશનને કારણે 1.73 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 10માં ગ્રેસિંગ માર્ક્સ આપીને પાસ કરવામાં આવ્યા છે.

ડિપ્લોમા કોલેજોના સંચાલકોની માંગ છે કે ડિપ્લોમા કોલેજોમાં પ્રવેશ માટે ઓછા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થતા 50 ટકા સીટો ખાલી રહેશે.જો ગ્રેસિંગ માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવે તો રજિસ્ટ્રેશન વધી શકે છે.

સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા કોલેજોની મુશ્કેલીઓ વધી સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા કોલેજ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ધોરણ 10માં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી હોવા છતાં ડિપ્લોમામાં પ્રવેશ માટે ઓછા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.ડિપ્લોમા કોલેજોને પૂરતા વિદ્યાર્થીઓ મળે નહીં તો કોલેજ ચલાવવી મુશ્કેલ બનશે.બીજી તરફ ગ્રેસિંગ માર્ક્સ સાથે 1.73 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે.ગ્રેસિંગ માર્ક્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ આપવા લાયક ગણવા રજુઆત કરી છે.

આ પણ વાંચો : JAMNAGAR : INS વાલસુરા ખાતે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, 75 કિમી દોડનું આયોજન કરવામાં આવ્યું

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">