Khel Mahakumbh 2022માં ઉત્કૃષ્ટ પ્રદર્શન, અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા બીજા નંબર પર રહી

ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપે છે. જેના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કામ કરે છે. આ વિભાગ દ્વારા જુદી-જુદી રમતમાં જોડાય તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

Khel Mahakumbh 2022માં ઉત્કૃષ્ટ પ્રદર્શન, અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા બીજા નંબર પર રહી
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા બીજા નંબર પર રહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 4:14 PM

Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભ (Khel Mahakumbh ) એ વાર્ષિક કાર્યક્રમ છે જેમાં દર વર્ષે અસંખ્ય રમતપ્રેમીઓની ભાગીદારી જોવા મળે છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હંમેશા રમતગમતના ક્ષેત્રમાં મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, કરાટે, ફૂટબોલ, ટેબલ ટેનિસ (Table tennis), લોન ટેનિસ, ટેકવોન્ડો, સ્કેટિંગ, ચેસ, હોકી, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. 15 સપ્ટેમ્બર 2022 એ શાળા માટે સુવર્ણ અવસર હતો કારણ કે તેને ખેલ મહાકુંભમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અમદાવાદ જિલ્લામાં બીજા ક્રમાંક માટે એક લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી.

કાર્યક્રમ જીટીયુ કેમ્પસમાં યોજાયો

આ કાર્યક્રમ જીટીયુ કેમ્પસમાં યોજાયો હતો અને તેની અધ્યક્ષતા મેયર દ્વારા કરવામાં આવી હતી.ગુજરાત (Gujarat) સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષ ખેલ મહાકુંભનું (Khel Mahakunbh 2022) આયોજન કરવામાં આવેલું છે. ખેલ મહાકુંભ શાળા, ગ્રામ્ય, તાલુકા,ઝોન કક્ષા, જિલ્લા જે મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા અને છેલ્લે રાજય કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ગુજરાતમાં 11 માં ખેલમહાકુંભમાં 56 લાખ વિધાર્થીઓ-નાગરિકો રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ.

અમદાવાદ જિલ્લામાં બીજા ક્રમાંક માટે એક લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ગુજરાતના ખેલાડીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે

ખેલમહાકુંભના આયોજનથી રાજ્યના દૂરના વિસ્તારોમાં વસતા યુવા રમતવીરોની પ્રતિભાને નવી દિશા મળી છે. આ યુવા રમતવીરોએ પોતાની પ્રતિભાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ કરીને ગૌરવ વધાર્યું છે. વધુમાં ગુજરાતના દરેક ખેલાડી પોતાની સ્પોર્ટ્સ ભાગ લઈ “રમશે ગુજરાત…જીતશે ગુજરાત” વાક્યને સિદ્ધ કરે છે.

ખેલમહાકુંભમાં 29 થી વધારે રમતનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં આર્ચરી, એથ્લેલટીકસ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ ,ટેકવેન્ડોસ,યોગાસન ,આર્ટીસ્ટીસક, સ્કેટટીંગ ,હેન્ડબોલ ,હોકી ,વોલીબોલ ,કુસ્તી ,વેઇટ લીફ્ટીંગ ,ખો-ખો ,શૂટીંગ બોલ ,સ્વીમીંગ ,સ્કેટીંગ ,શૂટીંગ ,સાઇકલીંગ ,ફૂટબોલ ,ચેસ ,જૂડો, કબડ્ડી,ટેનીસ ,રસસો ખેંચ ,જીમ્નાસ્ટીક ,મલખામ્બ ,કરાટે ,બોક્સિંગ રમતોમાં ખેલાડી પોતાનું પ્રદર્શન બતાવે છે.

29મી સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ

આગામી 29મી સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યુ છે. અમદાવાદના અલગ-અલગ આઠ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 15 રમતોનું આયોજન કરાશે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">