અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોનાનો વિસ્ફોટ, ઘી કાંટા કોર્ટના બે જ્જ કોરોના પોઝિટીવ

અમદાવાદ (Ahmedabad)માં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં 500થી વધુ કેસ દૈનિક નોંધાઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ અને ગાંધીનગર કોર્ટ બાદ હવે અમદાવાદની મેટ્રો કોર્ટમાં (Ahmedabad Metropolitan Court) કોરોના વાઈરસનો પગપેસારો થયો છે.

  • Kunjan Shukal
  • Published On - 23:21 PM, 3 Apr 2021
અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોનાનો વિસ્ફોટ, ઘી કાંટા કોર્ટના બે જ્જ કોરોના પોઝિટીવ

અમદાવાદ (Ahmedabad)માં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં 500થી વધુ કેસ દૈનિક નોંધાઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ અને ગાંધીનગર કોર્ટ બાદ હવે અમદાવાદની મેટ્રો કોર્ટમાં (Ahmedabad Metropolitan Court) કોરોના વાઈરસનો પગપેસારો થયો છે. શહેરની ઘી કાંટા કોર્ટના બે જ્જ કોરોના પોઝિટીવ આવ્યા છે.

 

ચીફ કોર્ટના જસ્ટિસ એ. વાય દવે કોરોના પોઝિટીવ આવ્યા છે અને મેટ્રો કોર્ટના જ્જ એમ.વાય. રાધનપુરવાલા કોરોનાથી સંક્રમિત થયા છે. મેટ્રો કોર્ટમાં જ્જ સહિત 15 લોકો સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટના જ્જ પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા. ત્યારે હાલમાં ઘી કાંટા કોર્ટમાં વકીલોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે.

 

છેલ્લા 24 કલાકમાં 2,815 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2,815 કેસ નોંધાયા છે. તેમજ 2,063 લોકો સાજા થયા છે. તેમજ 13 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયાં છે. જેમાં આજે મૃત્યુ પામેલામાં સુરતના 5, અમદાવાદના 4, ભાવનગરના 1, રાજકોટ 1, તાપી 1 અને વડોદરાના 1 દર્દીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 14,298 પર પહોંચી છે.

 

જેમાં 161 લોકો વેન્ટીલેટર પર છે અને 14,137 લોકો સ્ટેબલ છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 2,96,713 લોકો સાજા થયા છે. તેમજ કુલ 4,552 લોકોના મૃત્યુ થયાં છે. ગુજરાતમાં સામે આવેલા કોરોનાના આંકડા પર નજર કરીએ તો જણાશે કે અમદાવાદ શહેરમાં 646 કેસ, સુરતમાં 526 અને વડોદરામાં 303 રાજકોટમાં કોરોનાના 236 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 24 , સાબરકાંઠામાં 24, જામનગર શહેરમાં 38, જામનગર ગ્રામ્યમાં 29,કચ્છમાં 26, મોરબીમાં 26, અમરેલીમાં 20, અને ગીર સોમનાથમાં 9 કેસ નોંધાયા છે.

 

આ પણ વાંચો: Bhavnagar: શહેરમાં સતત વધતું કોરોના સંક્રમણ, રેમડેસીવીર ઈન્જેક્શનોની અછતને લઈને દર્દીઓ પરેશાન