AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, ડિજિટલ ઇન્ડિયા વીકનો કરાવશે શુભારંભ

વડાપ્રધાન મોદી(PM Modi) આજે ડિજિટલ પહેલનું લોકાર્પણ કરાશે તેમાં ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો સમાવેશ થાય છે.

Gujarat  Election : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, ડિજિટલ ઇન્ડિયા વીકનો કરાવશે શુભારંભ
PM Modi Arrives Ahmedabad (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 3:57 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે.  આજે ગાંધીનગર મહાત્મામંદિર ખાતેથી વડાપ્રધાન (PM Modi) ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો (Digital india week) દેશવ્યાપી શુભારંભ કરાશવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના અનેકવિધ નવીન ડિજિટલ પહેલને પણ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે. તો ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે.

ડિજિટલ ઈન્ડિયાનું વડાપ્રધાનનું સપનું

કાર્યક્રમ દરમિયાન આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ(Dgital) થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે. જ્યારે સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી 200 થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે.

કાર્યક્રમમાં 200થી વધુ ડિજિટલ સ્ટોલ

જે ડિજિટલ પહેલનું લોકાર્પણ કરાશે તેમાં ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’ સામેલ છે.આ તમામ સ્કીમની અલગ-અલગ ખાસિયતો છે.તમને જણાવી દઈએ કે,‘માય-સ્કીમ’ પ્લેટફોર્મ એક સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ(Govt scheme) વિશેની માહિતી, યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા વગેરેની માહિતી પ્રદાન કરશે. જેનો ઉદ્દેશ્ય ‘વન-સ્ટોપ સર્ચ એન્ડ ડિસ્કવરી’નો છે જ્યાં લાભાર્થીઓ કઇ સરકારી યોજનાઓ લાભ લેવા માટે લાયક છે તે સરળતાથી શોધી શકાય છે. આ ઉપરાંત, ‘મેરી પહેચાન- નેશનલ સિંગલ સાઈન-ઓન ફોર વન સિટીઝન લોગિનની સુવિધા પણ દેશના નાગરિકોને સમર્પિત કરવામાં આવશે. નેશનલ સિંગલ સાઇન-ઓન એ એક યુઝર ઓથેન્ટીકેશન સેવા છે, જેમાં વિવિધ ઓળખપત્રો બહુવિધ ઑનલાઇન એપ્લિકેશનો (Online Application) અથવા સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરશે.

ગુજરાત વિધનસભાની ચૂંટણી (Gujarat Assembly election) નજીક આવતા ભાજપ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે ફરી એક વાર PM નરેન્દ્ર મોદી(PM Modi gujarat visit) આજે  ગુજરાતના પ્રવાસે છે.

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">