નાથનો નેત્રોત્સવ : ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ ધામધૂમ પૂર્વક સંપન્ન, 2 વર્ષ બાદ યોજાયેલી વિધિમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી.મહત્વનું છે કે, જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પહેલા પાટીલ દ્વારા પ્રભુની પૂજા-અર્ચના કરવામાં આવી.

નાથનો નેત્રોત્સવ : ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ ધામધૂમ પૂર્વક સંપન્ન, 2 વર્ષ બાદ યોજાયેલી વિધિમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Lord Jagannath Netrotsav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 10:53 AM

રથયાત્રા પૂર્વે (jagannath rathyatra) આજે મંદિરમાં(Jagannath Temple)  પરંપરાગત વિધિ યોજાઈ.જેમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ (CRPaatil) હાજર રહ્યા હતા.ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી.મહત્વનું છે કે, જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પહેલા પાટીલ દ્વારા પ્રભુની પૂજા-અર્ચના કરવામાં આવી. આજના દિવસની ધાર્મિક વિધિ પર નજર કરીએ તો,પરોઢીયે રત્નવેદી ઉપર ભગવાનની પ્રતિષ્ઠા કરાય, જ્યારે 8 વાગે નેત્રોત્સવનો (Netrotsav) વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો.

જેમાં પરંપરાગત ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની વિધિ શરૂ થઈ.જ્યારે સવારે 10 કલાકે મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યુ. મહત્વનું છે કે, બપોરે 12 કલાકે મંદિરમાં ભંડારો યોજાશે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

બે વર્ષ બાદ ભક્તો સાથે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રા પૂર્વે આજે મંદિરમાં પરંપરાગત વિધિ યોજાઈ.જમાલપુર ખાતે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી.પ્રભુ મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા અને મામાના ઘરે કેરી અને જાંબુ ખાતા પ્રભુને આંખો આવી હતી. નેત્રોત્સવ વિધિ દરમિયાન હર્ષોલ્લાસ સાથે નિયમોનું પણ પાલન કરવામાં આવ્યુ હતુ.

પેરામોનિટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા  માટે શહેર પોલીસ સજ્જ છે. અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પગપાળા નીકળ્યા હતા અને સુરક્ષા  વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુસ્લીમ સમુદાયે હાર પહેરાવીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતુ.મહત્વનું છે કે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે આ વર્ષે પહેલીવાર પેરામોનિટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે.હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો ખડેપગે રહેશે.તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">