અમદાવાદ: નકલી નોટ બનાવી 1.60 કરોડની છેતરપિંડી કેસમાં ત્રણની ધરપકડ, 4 ફરાર

|

Oct 16, 2024 | 10:06 PM

અમદાવાદમાં થોડા દિવસ પહેલા જવેલર્સ માલિકને નકલી નોટ આપી કરોડો રૂપિયાનું સોનું લઈ ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ઠગ ગેંગના મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓએ નકલી આંગડિયા પેઢી બનાવીને સરદારજીના વેશમાં સમગ્ર છેતરપિંડીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ નકલી નોટ તૈયાર કરી તેના પર ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટો દોરી ખાસ નોટ તૈયાર કરી હતી, જેના દ્વારા સોનાના બિસ્કિટની ખરીદી કરી હતી.

અમદાવાદ: નકલી નોટ બનાવી 1.60 કરોડની છેતરપિંડી કેસમાં ત્રણની ધરપકડ, 4 ફરાર

Follow us on

ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપી દીપક રાજપૂત, નરેન્દ્ર ઉર્ફે નંદુ જાદવ અને કલ્પેશ મહેતાની ઠગાઈ કેસમાં ધરપકડ કરી છે. આરોપીએ 24 સપ્ટેમ્બરના રોજ સીજી રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સમાં સરદારજીનો વેસ ધારણ કરી ગ્રાહક બની પહોંચ્યા હતા. તેઓ 2 કિલો 100 ગ્રામ સોનું ખરીદવાનું કહ્યું હતું. જોકે આરોપીઓએ વેપારીને વિશ્વાસ આપ્યો હતો કે પૈસા આપ્યા બાદ જ સોનું ખરીદશે. જેથી આરોપીઓ પૈસા માટે સોની વેપારીનાં માણસોને પોતે જ ઊભી કરેલી નકલી આંગણીયા પેઢી પર લઈ ગયા હતા.

સોનાના બિસ્કીટ લઈને ફરાર થઈ ગયા

આરોપીઓ આનંદ મંગલ કોમ્પ્લેક્સમાં પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપનીના બોગસ પેઢીમાં ડિલિવર કરવાનું જણાવ્યું હતું. જેથી મેહુલ બુલિયનના વેપારીએ પોતાના કર્મચારીને રૂપિયા 1.60 કરોડના સોનાના બિસ્કીટ ડિલિવરી આપવા પહોંચ્યો હતો, ત્યારે આ ગેંગ દ્વારા અનુપમ ખેરના ફોટા વાળી 500ના દરની કલર પ્રિન્ટ વાળી નીકળી નોટોનાં બંડલ પધરાવી સોનાના બિસ્કીટ લઈને ફરાર થઈ ગયા હતા.

જો કે નોટોનાં બંડલ પ્લાસ્ટિક બેગમાં કોઈને શંકા જાય નહિ તેવી રીતે પેક કરેલા હોવાથી પ્રાથમિક દૃષ્ટીએ અસલી નોટના બંદલ હોવાનું લાગી રહ્યું હતું. જે બાદ વેપારીને ખ્યાલ આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી ગુનો નોંધાયો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સ થી ત્રણ આરોપી ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 1.37 કરોડના 18 નંગ સોના બિસ્કીટ જપ્ત કર્યા છે. જ્યારે 500ના દરની 300 નોટ અને 3 મોબાઈલ કબજે કર્યા છે.

લીંબુ ખાવાના પણ નિયમ ! રસોડાની આ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર, જાણો
આ 5 કારણોથી સવારે ઉઠતાંની સાથે જ પીવું જોઈએ એક ગ્લાસ પાણી
સચિનની લાડલી સારા તેંડુલકરે શેર કરી પોતાના બર્થડે સેલિબ્રેશનની મુમેન્ટ્સ, જુઓ Video
આદુનો જાદુ ! શરદી ઉધરસ 15 મિનિટમાં થશે ગાયબ, જુઓ Video
Bigg Boss 18 : આ છે 'બિગ બોસ 18'નો સૌથી મોંઘો સ્પર્ધક , જુઓ ફોટો
શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ચાંદની રોશનીમાં મૂકવામાં આવે છે દૂધ પૌંઆ ?

કઈ રીતે કામ કરતી હતી ઠગ ટોળકી

ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસ અને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આ ઠગાઈ કેસનો માસ્ટર માઇન્ડ દીપક રાજપૂત છે. દીપક રાજપુત વિરુદ્ધ અગાઉ વાડજ, પાલડી, વડોદરા, છોટા ઉદેપુર અને રાજસ્થાનમાં આ રીતના ગુના નોંધાયા છે. આ ઠગાઈની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો આરોપી દીપક, નરેન્દ્ર અને કલ્પેશ જુદા જુદા ગુનામાં વડોદરાની જેલમાં સજા કાપી રહ્યા હતા તે સમયે આરોપી દીપકે પૈસા કમાવવા માટે એક મોટું ઠગાઈનું ષડયંત્ર રચ્યું હતું. તેમાં નરેન્દ્ર અને કલ્પેશને સામેલ કર્યા હતા.

આ ત્રણેય આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ ઠગાઈ કરવા માટે એક પ્લાનિંગ કર્યું હતું અને સી.જી રોડ પર ધટનાને અંજામ આપ્યાનાં 3 દિવસ પહેલા એક દુકાન ભાડે રાખી બોગસ આંગડિયા પેઢી શરૂ કરી હતી, ત્યાર બાદ જુદા જુદા જવેલસની રેકી કરી હતી. જેમાં લક્ષ્મી જ્વેલર્સને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું.

બોગસ આંગડિયા પેઢીના માલિક તરીકે વોન્ટેડ મુકેશ સુરતી

મુખ્ય આરોપી દીપક સરદારજીનો વેશ ધારણ કરી લક્ષ્મી જ્વેલર્સમાં સોનુ ખરીદવા પહોંચ્યો હતો તેની સાથે અન્ય વોન્ટેડ આરોપી વિજેન્દ્ર ભટ્ટર દીપકના પિતાના ભૂમિકા ભજવી હતી ત્યારે આરોપી દીપક સાથે આરોપી ભુપેશ સુરતી તેનો પી.એ બન્યો હતો. સાથે જ બોગસ આંગડિયા પેઢીના માલિક તરીકે વોન્ટેડ મુકેશ સુરતી રહ્યો હતો.

જ્વેલર્સમાં ગ્રાહક તરીકે આરોપી ટોળકી એ જવા માટે ગાડી પણ ભાડે લીધી હતી, જેથી કોઈને પણ શંકા ન જાય. એટલું જ નહિ સોનાની ડિલિવરીની સોદો કરવા માટે તેઓ સી.જી રોડ પર આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાં અનુપમ ખેરના ફોટો વાળી 500ના દરની નોટો છપાવી હતી. તેઓ પ્રિન્ટિંગ પ્રેસના માલિકને કહ્યું હતું કે એક ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં ગેંગસ્ટરના રોલ ભજવનારને નોટો ઉડાડવા માટે નકલી નોટ જોઈતી હોવાનું કહીને આ નકલી નોટ પ્રિન્ટ કરાવી હતી. આ ટોળકી 1.60 કરોડનાં સોનાની ઠગાઈ કરી હતી.

ગુજરાતી ફિલ્મમાં ગેંગસ્ટરને નોટો ઉડાડવાની છે તેમ કહી નકલી નોટ ઝેરોક્ષ કરાવી

પકડાયેલ આરોપીમાં કલ્પેશ મહેતા જે ડિઝાઇનર એક્સપર્ટ છે. આરોપી એ જ નકલી નોટ ડિઝાઇન નક્કી કરી હતી તેમજ એસબીઆઇ બેંકની પટ્ટીઓ બનાવી હતી. આ ઠગ ટોળકીને ડિલિવરી આપવા આવેલ મેહુલ બુલિયનના કર્મચારીને આરોપી એ 1.30 નકલી નોટો બતાવી હતી, જ્યારે 30 લાખ નીચેની અન્ય દુકાનથી લઈને આવે છે તેવું કહીને બાઈક પર ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ મુખ્ય આરોપી દીપક જુદા જુદા રાજ્યોમાં નાસ્તો ફરતો હતો. વેપારી પાસેથી પડાવેલા 20 સોનાના બિસ્કીટ માંથી 3 સોનાનાં બિસ્કીટ અંદરો અંદર ભાગ પાડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઠગાઈ કેસમાં ભુપેશ સુરતી, વિજેન્દ્ર ભટ્ટર, અરવિંદ ડામોર અને અરવિંદનો મિત્ર પ્રભુ નામના ચાર આરોપી હજી ફરાર છે, ત્યારે ચારેય આરોપી પકડવા ક્રાઇમ બ્રાન્ચે ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓના ટેલેન્ટને પ્રોત્સાહિત કરવા અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે એન્યુઅલ સ્ટુડન્ટસ એક્ઝિબિશન ‘જુનિયર પ્રભાત’ની શરૂઆત

Published On - 10:06 pm, Wed, 16 October 24

Next Article