અમદાવાદના સૌથી લાંબા બ્રિજનું શાહના હસ્તે થયું લોકાર્પણ: જાણો SG હાઈવેના આ બ્રિજની વિશેષતાઓ અને ખર્ચ

SG હાઈવેના મુસાફરોને આજથી રાહત મળવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને અમદાવાદના મુસાફરોને મોટી ભેટ આપી. સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના અઢી કિલોમીટરના એલિવેટેડ ઓવરબ્રિજનું આજે લોકાર્પણ થયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 9:57 AM

દિવાળી પર્વ પહેલા અમદાવાદીઓને નવા બ્રિજની ભેટ મળવા જઈ રહી છે. જી હા સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના અઢી કિલોમીટરના એલિવેટેડ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર,અમદાવાદ શહેર અને ગાંધીનગરના ધારાસભ્યો, તેમજ અન્ય નેતા, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તો ચાલો આજે તમને આ બ્રિજની વિશેષતા અને અન્ય માહિતી જણાવી દઈએ.

શું છે બ્રિજની વિશેષતા

અમદાવાદનો સૌથી લાંબો બ્રિજ છે સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીનો આ બ્રિજ.
4.18 કિ.મી. લાંબો સિક્સ લેન એલિવેટેડ બ્રિજ.
350 કરોડના ખર્ચે તૈયાર થયો છે આ એલિવેટેડ બ્રિજ.
ગાંધીનગરથી સોલા સિવીલ અને હાઈકોર્ટ જવા રેમ્પની વ્યવસ્થા.
સર્વિસ રોડ તથા વરસાદી પાણી માટે ગટરની વ્યવસ્થા.
બાગાયત ઉછેર- મીડિયન પ્લાન્ટેશનની સુવિધા.
VMS અને ટ્રાફિક મેનેજમેન્ટની સુવિધા.
ફ્લાયઓવર પર નોઈસ બેરિયરની વ્યવસ્થા કરવામાં અવી,
ફ્લાયઓવર પર ફુટપાથની સુવિધા.
ફલાયઓવર નિચે પાર્કિંગની સુવિધા.
સેફટી માટે કોંક્રિટ ક્રેશ બેરિયર્સ, મેટલ બિમ ક્રેશ બેરિયર્સ.

તો આ બ્રિજના લોકાર્પણ બાદ ગાંધીનગર-સરખેજની મુસાફરી એકદમ સરળ બનશે. અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. અગાઉ થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીના 51 કારોડના ખર્ચે બનેલો 1.5 કિલોમીટરનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના 2.5 કિલોમીટરના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બ્રિજના લોકાર્પણ માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ બ્રિજનું લોકાર્પણ થતા હવે વાહનચાલકોને કારગીલ ચાર રસ્તા અને સોલા ભાગવત ચાર રસ્તાના ટ્રાફિક માંથી મુક્તિ મળશે. બ્રિજને ખુલ્લો મુકાયા બાદ વાહન ચાલકોને સરખેજથી ખોડિયારનગર સુધી જવું સરળ બની રહેશે.

જણાવી દઈએ કે ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં 147 ના 44 કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી 913 કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જે અંતર્ગત 13 ફ્લાયઓવરમાંથી 7 ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું છે અને બાકીના 5 ફ્લાય ઓવર નિર્માણાધિન છે.

 

આ પણ વાંચો: Aishwarya Rai Bachchan Birthday: 3 વર્ષ નાના અભિષેક સાથેના લગ્નના ફેંસલાને લઈને ચોંકાવનાર ઐશ્વર્યાના સલમાન સાથે પણ હતા વિવાદસ્પદ સંબંધ

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીની સભામાં બ્લાસ્ટ કરનારા નવ આતંકવાદીઓને આજે થશે સજા, પટનામાં કડક સુરક્ષા વ્યવસ્થા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">