AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદીની સભામાં બ્લાસ્ટ કરનારા નવ આતંકવાદીઓને આજે થશે સજા, પટનામાં કડક સુરક્ષા વ્યવસ્થા

Patna Gandhi Maidan Blast Case: નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓને આજે પટનાની NIA કોર્ટ સજા સંભળાવશે.

નરેન્દ્ર મોદીની સભામાં બ્લાસ્ટ કરનારા નવ આતંકવાદીઓને આજે થશે સજા, પટનામાં કડક સુરક્ષા વ્યવસ્થા
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 8:35 AM
Share

પટનામાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સભા દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસના નવ આરોપીઓને સોમવારે એટલે કે આજે સજા સંભળાવવામાં આવશે. વર્ષ 2013માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે પટના આવ્યા હતા. આ દરમિયાન ગાંધી મેદાન ( Patna Gandhi Maidan Blast Case) અને પટના જંકશન પર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. NIA કોર્ટે આ મામલામાં સંડોવાયેલા નવ આતંકવાદીઓને પહેલા જ દોષિત ઠેરવ્યા છે.

આતંકવાદીઓને ચુસ્ત સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરાશે દોષિત ઠરેલા આતંકવાદીઓને ભારે સુરક્ષા હેઠળ બેઉર જેલમાંથી NIA કોર્ટમાં લઈ જવામાં આવશે. સુરક્ષા માટે એસપીની સાથે ડીએસપી સ્તરના ત્રણ અધિકારીઓ અને અડધો ડઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. ગુપ્તચર વિભાગની ટીમની સાથે એટીએસ અને એસટીએફને પણ અલગથી તૈનાત કરવામાં આવી છે.

બેઉર જેલથી NIA કોર્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા તમામ આરોપીઓને બસમાં જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવશે. NIAની અપીલ પર પટના પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક કરવામાં આવશે. બેઉર જેલથી NIA કોર્ટ સુધીના દરેક પગથિયે પટના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બીએમપીના જવાનોને બેઉર જેલની બહાર તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે માટે સાદા યુનિફોર્મમાં પોલીસકર્મીઓ પણ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. કોર્ટ અને બેઉર જેલની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

NIA કોર્ટના જજે ગત બુધવાર 27મી ઓક્ટોબરે ગાંધી મેદાન અને પટના જંકશન પર શ્રેણીબદ્ધ થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. NIA કોર્ટ આ કેસમાં આરોપીઓને સજા ફરમાવવા માટે 1 નવેમ્બરની તારીખ નક્કી કરી હતી. હવે બધાની નજર NIA કોર્ટ આરોપીને કેટલી સજા ફટકારે છે તે નિર્ણય પર ટકેલી છે.

આ પણ વાંચોઃ Petrol-Diesel Price Today : ઇંધણના સતત વધતા ભાવ આમ આદમીની કમર તોડી રહ્યા છે, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચોઃ Viral video : વરમાળા દરમિયાન વરરાજાએ દુલ્હનને જીતવા માટે કર્યું કંઈક આવું, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">