Ahmedabad : રેલવે રાજ્યમંત્રીએ હેલ્થ યુનિટ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી, કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા

|

Jul 24, 2021 | 10:10 PM

ઉત્તર રેલવેના 80% થી વધુ કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે લગભગ 20% કર્મચારીઓને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

Ahmedabad : રેલવે રાજ્યમંત્રીએ હેલ્થ યુનિટ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી, કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા
The Minister of State for Railways visited the Health Unit Vaccination Center

Follow us on

ઉત્તર રેલ્વે દ્વારા જાન્યુઆરી 2021 માં શરૂ કરાયેલા રાષ્ટ્રીય કોવિડ રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ઝોનનાં વિવિધ સ્થળો પર રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. ઉત્તર રેલ્વે સેન્ટ્રલ હોસ્પિટલો, વિભાગીય હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં ખોલવામાં આવેલા રસીકરણ કેન્દ્રોમાં રેલવે કર્મચારીઓ (Railway Employees) અને તેમનાં આશ્રિતોને વિના મૂલ્યે રસી આપવામાં આવી રહી છે.

ઉત્તર રેલવેના 80% થી વધુ કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે લગભગ 20% કર્મચારીઓને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશે (Darshana Jardosh) આજે એસ.પી. માર્ગ રેલવે હેલ્થ યુનિટ મુલાકાત લીધી હતી. ઉત્તર રેલવેના એડિશનલ જનરલ મેનેજર નવીન ગુલાટી, પ્રિન્સિપલ ચીફ મેડિકલ ડિરેક્ટર ડૉ. વી.કે. યાદવ, મુખ્ય તબીબી નિયામક ડૉ. અમિતા જૈન, દિલ્હી મંડળના મંડળ રેલવે મેનેજર એસ.સી. જૈન અને ઉત્તર રેલવેના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જ્યાં રાજ્ય રેલવે મંત્રીને હેલ્થ યુનિટ અને રસીકરણ કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

રાજ્ય રેલવે મંત્રીએ આરોગ્ય એકમમાં હાજર ડૉકટરો અને તબીબી કર્મચારીઓ સાથે વાતચીત કરી. તેમણે આ જીવલેણ રોગચાળાથી લોકોના જીવ બચાવવા તબીબી કાર્યકરો દ્વારા કરવામાં આવતા કામની પ્રશંસા કરી. રેલવે દ્વારા ચલાવવામાં આવતી રસીકરણ અભિયાનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, રસીની કોઈ અછત નથી અને તમામ રેલવે કર્મચારીઓ અને તેમના આશ્રિતોને વહેલી તકે રસી અપાવવી જોઈએ. આ જીવલેણ રોગ સામે લડવાનો આ એકમાત્ર રસ્તો છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડા પ્રધાન દેશવાસીને મફત રસી આપવા માટે કોઈ કસર નથી છોડી રહ્યા. વર્ષના અંત સુધીમાં, ફક્ત સંપૂર્ણ રસીકરણ જ દેશને સામાન્ય સ્થિતિમાં લઈ જશે. મુલાકાત સાથે રાજ્ય રેલવે મંત્રી દ્વારા હેલ્થ યુનિટના પ્રાંગણમાં ફોક્સ ટેઇલ પામનો છોડ પણ રોપવામાં આવ્યો. તેમણે પર્યાવરણ બચાવોનો પણ સંદેશ આપ્યો. કારણ કે તેનાથી ઓક્સિજન મળે છે અને કુદરતી વાતાવરણ પણ જળવાઈ રહે છે.

 

આ પણ વાંચો – Mumbai: મુંબઈના વરલી વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા 4 લોકોના મોત, એકની હાલત ગંભીર

આ પણ વાંચો 3 વર્ષનું બાળક ગળી ગયું ભગવાનની મૂર્તિ, જાણો કેવી રીતે બચી ગયો જીવ, આ કિસ્સો જાણીને તમે પણ ચોંકી ઉઠશો

Next Article