Mumbai: મુંબઈના વરલી વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા 4 લોકોના મોત, એકની હાલત ગંભીર

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. મુંબઇના વરલી વિસ્તારમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે.

Mumbai: મુંબઈના વરલી વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા 4 લોકોના મોત, એકની હાલત ગંભીર
Elevator of an under-construction building collapses in Mumbai, 4 dead
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 9:49 PM

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. મુંબઇના વરલી વિસ્તારમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં એકથી વધુ વ્યક્તિ ઘાયલ પણ થયા છે. એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા સ્પષ્ટ થઈ નથી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આજે (શનિવાર, 24 જુલાઇ) આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને કેઈએમ અને નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની સંખ્યા વધી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સાંજના 6 વાગ્યે બન્યો હતો. બિલ્ડિંગમાં બાંધકામ શરૂ કરાયું હતું એ વખતે જ આ અકસ્માત થયો હતો. આ બિલ્ડિંગનું નિર્માણ અંબિકા બિલ્ડર્સ શંકરરાવ પદપથ માર્ગ 118 અને 119 બીડીડી ચાલ, હનુમાન ગાલી, વરલી ખાતે થઈ રહ્યું છે. બિલ્ડિંગનું નામ લલિત અંબિકા છે. આ અકસ્માતમાં 4 લોકોનાં મોત સાથે 6 લોકો અંદર ફસાયેલા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે કેઇએમ હોસ્પિટલ અને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો: Stone Killer: એક એવું કારણ જેનાથી હિતેષ રામાવત બન્યો સ્ટોન કિલર, જાણો આગળની કહાની અંતિમ ભાગમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">