વાયરલ વિડિયો જોઈ જેના પર હસતા હતા લોકો, એના પ્રસંશનીય કામ બદલ AMCએ સન્માન કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે રસીકરણની સારી કામગીરી બદલ હેલ્થ વોરિયર જગદીશ કુમાર શાહનું સન્માન કર્યું

વાયરલ વિડિયો જોઈ જેના પર હસતા હતા લોકો, એના પ્રસંશનીય કામ બદલ AMCએ સન્માન કર્યું
Ahmedabad Municipal Commissioner honors health warrior Jagdish Kumar Shah for good vaccination performance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 3:13 PM

સન્માન સારું કામ કરનારાઓનું થાય છે, નહી કે તેમની મજાક ઉડાવાનારાઓનું !!

AHMEDABAD : થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાયરલ થયો હતો. એ વિડીયોમાં રસીકરણ અભિયાનનો એક કર્મચારી યુવક રોડ પર ઉભો રહી બુમો પડતો હતો અને જેમનું રસીકરણ બાકી હોય તેમને  રસી મુકાવવા માટે આમંત્રિત કરી રહ્યો હતો. આ યુવકનું નામ હતું જગદીશ કુમાર શાહ અને આ એ દિવસ હતો 17 સપ્ટેમ્બર, કે જયારે વડાપ્રધાન મોદીના જન્મદિવસે રાજ્ય સહીત દેશભરમાં મેગા રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું અને ભારતના લોકોએ સૌથી વધારે સંખ્યામાં રસીકરણ અભિયાનમાં ભાગ લઇ સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હવે મૂળ વાત પર આવીએ, જે વાયરલ વિડીયોમાં રસીકરણ અભિયાનનો એક કર્મચારી યુવક રોડ પર ઉભો રહી લોકોને રસી લેવા માટે બોલાવી રહ્યો હતો, એની લોકોએ ખુબ મજાક ઉડાવી હતી. પણ આ મજાક ઉડાવનારા લોકો એ ભૂલી ગયા કે 17 સપ્ટેમ્બરે રાજ્યમાં અને દેશમાં સૌથી વધુ રસીકરણ થયું એમાં જગદીશ કુમાર શાહ જેવા હજારો હેલ્થ વોરિયરની મહેનત પણ હતી. પણ સન્માન સારું કામ કરનારાઓનું થાય છે, નહી કે તેમની મજાક ઉડાવાનારાઓનું !!

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે રસીકરણની સારી કામગીરી બદલ હેલ્થ વોરિયર જગદીશ કુમાર શાહનું સન્માન કર્યું છે. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એ વાયરલ વિડીયો સાથે  ટ્વીટ કરવામાં આવ્યું છે કે,

“પોતાને સોંપવામાં આવેલી ફરજમાં એક ડગલું આગળ ચાલીને કામ કરવું એ AMCના દરેક કર્મચારીમાં જોવા મળે છે, જેમ કે અમારા હેલ્થ વોરીયર જગદીશ કુમાર શાહ, કે જેઓ રસીકરણ અભિયાનમાં કોરોના રસી લઈને લોકોને તેમનો જીવ બચાવવાની અપીલ કરી રહ્યાં છે.”

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">