AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો, આજે નવા 36 વિસ્તારનો ઉમેરો, કુલ આંકડો 390 પર પહોંચ્યો

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસો વકરતા સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના કેસ 5,400થી વધારે નોંધાયા છે, જે રેકોર્ડબ્રેક આંક છે.

Ahmedabad: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો, આજે નવા 36 વિસ્તારનો ઉમેરો, કુલ આંકડો 390 પર પહોંચ્યો
ફાઈલ ફોટો
| Updated on: Apr 11, 2021 | 11:05 PM
Share

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસો વકરતા સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના કેસ 5,400થી વધારે નોંધાયા છે, જે રેકોર્ડબ્રેક આંક છે. ત્યારે અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે વધુ 36 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેની સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટનો આંકડો 390 પર જઈને પહોંચ્યો છે. ત્યારે રાહતની વાત એ છે કે 3 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

શાહીબાગ સાલીમર ફ્લેટના 116 મકાન અને 585 લોકો, બોપલનું ગાર્ડન પેરેડાઈસ પુરૂં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 350 મકાન અને 1,400 લોકોનો સમાવેશ થાય છે, ત્યારે ચાંદલોડિયાની શુભમંગળ સોસાયટીમાં 101 મકાન અને 343 લોકો, તે સિવાય બોપલ, રામોલ, ચાંદખેડા, ગોતા અને ચાંદલોડિયાના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ નવા વિસ્તારમાં કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં 1,504 અને સુરતમાં 1,087 કેસ

રાજ્યમાં આજે 11 એપ્રિલે મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 1,504, સુરતમાં 1,087, રાજકોટમાં 405, સુરત જિલ્લામાં 361, વડોદરામાં 277, જામનગરમાં 189, ભાવનગરમાં 68, ગાંધીનગરમાં 45 અને જુનાગઢમાં 42 નવા કેસો સામે આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવાનો ક્રમ યથાવત રહ્યો છે.

આજે 2,20,994 લોકોને કોરોનાની રસી અપાઈ

રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 11 અપ્રિલના દિવસે કુલ 2,20,994 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 80,55,986 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 10,67,733 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે 11મો દિવસ હતો અને કેન્દ્ર સરકારના રસીકરણના ‘ટીકા ઉત્સવ’નો આજે પ્રથમ દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 1,78,151 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 34,452 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 91,23,719 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોના નવા કેસો અને મૃત્યુઆંક ઓલટાઈમ હાઈ, 5469 નવા કેસ, 54 દર્દીઓના મૃત્યુ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">