અમદાવાદમાં બિલ્ડરે લોકોની સાથે છેતરપીંડિ કરી તો કન્સલટન્ટની ઓફિસમાં હોબાળો

અમદાવાદમાં બિલ્ડરે લોકોની સાથે છેતરપીંડિ કરી તો કન્સલટન્ટની ઓફિસમાં હોબાળો
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી બિલ્ડર કન્સલટન્ટની ઓફિસમાં આજે એક ટોળાએ હોબાળો કર્યો હતો.. એ જીતેન્દ્ર કંપનીના માલિક જીતેન્દ્ર મહેતા વિરૂદ્ધ લોકોના ટોળા પહોંચી ગયા હતા.. અને ફરિયાદ કરી હતી કે નારોલમાં ઘર બનાવવાની સ્કિમના નામે જીતેન્દ્રએ તેની કંપની માટે દરેક લોકો પાસેથી 1 થી દોઢ લાખ રૂપીયા લીધા હતા.. વર્ષ 2015 થી અત્યારસુધી જીતેન્દ્ર વાયદાઓ કરતો રહ્યો.. પણ, ના તો મકાન આપ્યુ કે ના પૈસા પાછા આપ્યા..
અને જે જગ્યાએ મકાન બનાવાનું વચન આપ્યું હતું ત્યાં ઇંટ પણ મુકી નથી.. અને હવે 3 વર્ષ વિતવા છતા જીતેન્દ્ર પૈસા આપવાની ના પાડતો હતો અને ફોન પર પણ જવાબ નહોતો આપતો.. તેથી આખરે લોકોએ તેનો પીછો કર્યો અને તેની સરખેજમાં આવેલી ઓફિસ સુધી તેને ઘસડી લાવ્યા.. કારણ કે સંપર્ક માટે જીતેન્દ્રએ આપેલુ સરનામુ પણ ખોટુ હતુ.. જીતેન્દ્ર ઓફિસે એટલી મોટી સંખ્યામાં ટોળાએ હલ્લાબોલ કર્યો હતો કે આખરે પોલીસે આવીને તેને પોલીસ સ્ટેશન લઈ જવો પડ્યો અને મામલો થાળે પડ્યો..
https://youtu.be/k2FuAoBo3dI

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati