ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળનો ત્રીજો દિવસ, સરકાર મક્કમ, ઇન્ટર્ન તબીબો માંગણીઓને લઈ લડી લેવાના મૂડમાં

ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળનો ત્રીજો દિવસ, સરકાર મક્કમ, ઇન્ટર્ન તબીબો માંગણીઓને લઈ લડી લેવાના મૂડમાં

અમદાવાદમાં ઇન્ટર્ન ડ઼ૉક્ટરોની હડતાળને પગલે દર્દીઓ પરેશાન થતાં જોવા મળ્યા. હોસ્પિટલમા દર્દીઓની લાંબી લાઈન સર્જાઈ તો સારવાર માટે પણ દર્દીઓએ રાહ જોવાનો વારો આવ્યો હતો. આ તરફ ઇન્ટર્ન તબીબો માંગણીઓને લઈ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા. સતત બે દિવસથી ગુજરાતના ઈન્ટર્ન ડોકટરો સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માગણી સાથે હડતાળ પર ઊતરેલા છે જેને લઈને […]

Pinak Shukla

|

Dec 16, 2020 | 3:00 PM

અમદાવાદમાં ઇન્ટર્ન ડ઼ૉક્ટરોની હડતાળને પગલે દર્દીઓ પરેશાન થતાં જોવા મળ્યા. હોસ્પિટલમા દર્દીઓની લાંબી લાઈન સર્જાઈ તો સારવાર માટે પણ દર્દીઓએ રાહ જોવાનો વારો આવ્યો હતો. આ તરફ ઇન્ટર્ન તબીબો માંગણીઓને લઈ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા. સતત બે દિવસથી ગુજરાતના ઈન્ટર્ન ડોકટરો સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માગણી સાથે હડતાળ પર ઊતરેલા છે જેને લઈને ગઈકાલે આરોગ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ડોક્ટોરોને જો તેઓ હડતાળ પાછી નહીં ખેંચે તો તેમની ગેરહાજરી પૂરાશે અને ગેરહાજર રહેશે તો તેમને PGમાં એડમિશન નહીં મળે. આ પ્રકારની ધમકી આપી હતી. જોકે સરકાર દ્વારા ધમકી મળ્યા છતાં પણ ઈન્ટર્ન ડોક્ટરો સતત હડતાળ પર છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati