Ahmedabad: વિધર્મી યુવતી સાથે ફિલ્મ જોવા ગયેલા યુવકનું અપહરણ, પોલીસની સામે આવી આ વિગતો!

|

May 27, 2022 | 12:04 PM

અમદાવાદમાં (Ahmedabad)મિત્ર સાથે ફિલ્મ (Film)જોવા ગયેલા યુવકનું 4 લોકોએ અપહરણ કર્યું હતું. આ અપહરણનું કારણ વિધર્મી યુવક યુવતી સાથે ફિલ્મ જોવા બેઠા હોવાનું સામે આવ્યું હતું.

Ahmedabad: વિધર્મી યુવતી સાથે ફિલ્મ જોવા ગયેલા યુવકનું અપહરણ, પોલીસની સામે આવી આ વિગતો!
Police arrested 4 youths

Follow us on

અમદાવાદમાં  (Ahmedabad) એક યુવક તેની મિત્ર (Friend) સાથે ફિલ્મ (Film) જોવા ગયો હતો. તેઓ ફિલ્મ જોઈને પરત આવતા હતા ત્યારે 4 શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું. આ અપહરણનું કારણ જણાવતા આરોપીઓએ કહ્યું હતું કે અલગ અલગ ધર્મના યુવક યુવતી સાથે ફિલ્મ જોવા બેઠા હતા આથી યુવકનું અપહરણ કરવામાં  આવ્યું  હતું !

અમદાવાદના વાસણા વિસ્તારના 25 વર્ષીય યુવકના અપહરણની ઘટનામાં 4 આરોપીઓને પોલીસે ઝડપી લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. અપહ્યત યુવકે સમગ્ર કેફિયત વર્ણવતા પોલીસને જણાવ્યું હતું કે તે તેની તેની સોશ્યિલ મીડિયા દ્વારા બનેલી મિત્ર સાથે ફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મ જોઈને તેઓ બહાર નીકળ્યા ત્યારેચાર શખ્શોએ યુવક-યુવતીના નામ-ઠામ સહિતની પૂછપરછ શરૂ કરી હતી. આ ચારેય યુવકો સિનેમા હોલમાં તે લોકોની આસપાસમાં જ બેઠા હતા. ચારેય આરોપીઓએ યુવક યુવતી અલગ અલગ ધર્મના હોવાનું જણાતા યુવકનું અપહરણ કર્યું હતું અને તેને માર મારીને ગોંધીને નારોલ લઈ ગયા હતા.

યુવકનું અપહરણ થતા જ ગભરાયેલી યુવતીએ યુવકના બે મિત્રોને આ ઘટના અંગે જાણ કરી હતી. આથી યુવકના મિત્રોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનામાં CCTV ને આધારે તુરંત તપાસ  હાથ ધરી હતી, આ સમગ્ર તપાસ કરતા પોલીસે   ગણતરીના સમયમાં 4 આરોપી (આસિફ સંધી, મુઝબીન શેખ, અનશ અજમેરી, અને ઇમરાન લંઘા ) ની ધરપકડ કરી હતી અને  કડક પૂછપરછ હાથ ધરી  હતી. પોલીસની  પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ લોકોને યુવક સાથે કોઈ અગંત અદાવત નહોતી. તેમજ અપહરણનું કોઈ આયોજન પણ કરવામાં નહોતું આવ્યું. પોલીસે હાલમાં ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની કામગીરી હાથ ધરી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

અપહરણની ઘટનામાં  યુવક યુવતી દ્વારા  પોલીસને એમ  પણ જાણવા મળ્યું હતું કે ફિલ્મ જોવા ગયેલા યુવક યુવતી સોશ્યિલ મીડિયા દ્વારા ફ્રેન્ડ બન્યા હતા. યુવતી તેના ભાઈઓ સાથે ફિલ્મ જોવા જવાની હોવાથી તેણે પોતાના યુવક મિત્રને પણ ફિલ્મ જોવાની જાણ કરી હતી અને યુવક ફિલ્મ જોવા ગયો હતો. ત્યાર બાદ ફિલ્મ જોઈને નીકળતા  તેમની સાથે આ  ઘટના બની  હતી અને તેઓ મુસીબતનો ભોગ બન્યા  હતા.

Published On - 11:02 am, Fri, 27 May 22

Next Article