AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: 6 વર્ષના બાળકનું પાડોશી યુવકે જ કર્યું અપહરણ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી અવાવરૂ જગ્યાએ ફેંકી દીધું બાળક

શહેરના સોલા વિસ્તારમાં 6 વર્ષના બાળકનું પાડોશી યુવક એ અપહરણ (Kidnapping) કર્યું હોવાની ઘટના સામે આવી હતી. અપહરણ કરી બાળકના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી અવાવરૂ જગ્યા એ ફેંકી દીધો હતો. પરંતુ CCTV ફૂટેજની મદદથી પોલીસે આરોપી સુધી પહોંચાડી દીધા.

Ahmedabad: 6 વર્ષના બાળકનું પાડોશી યુવકે જ કર્યું અપહરણ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી અવાવરૂ જગ્યાએ ફેંકી દીધું બાળક
ફોટો - આરોપી
Mihir Soni
| Edited By: | Updated on: May 26, 2022 | 8:14 PM
Share

Ahmedabad: શહેરના સોલા વિસ્તારમાં 6 વર્ષના બાળકનું પાડોશી યુવક એ અપહરણ (Kidnapping) કર્યું હોવાની ઘટના સામે આવી હતી. એટલું જ નહિ અપહરણ કરી બાળકના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી અવાવરૂ જગ્યા એ ફેંકી દીધો હતો. પરંતુ CCTV ફૂટેજની મદદથી પોલીસે આરોપી સુધી પહોંચાડી દીધા. અને આરોપીની કરતૂતોનો પર્દાફાશ થયો હતો. શહેરના સોલા વિસ્તારમાં આવેલ પાર્ક વ્યું એપાર્ટમેન્ટમાં ગઇકાલે મોડી સાંજે 6 વર્ષનો બાળક રમતા રમતા ગુમ થઈ ગયો હતો. જો કે લાંબા સમય સુધી અન્ય બાળકો સાથે રમતો આ બાળક નજરે ના પાડતા સોસાયટીના રહીશો દ્વારા આ બાબતની જાણ તેના માતાને કરવામાં આવી હતી.

બાદમાં સોસાયટીના તમામ સભ્યોએ આસપાસ, પાર્કિંગ અને છતો પર તપાસ કર્યા બાદ પણ બાળક મળી ન આવતા અંતે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા દાખવીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને માત્ર 30 મિનિટમાં જ ઘટના નો ભેદ ઉકેલી આરોપી ને ઝડપી પાડયો હતો. સૌ પ્રથમ પોલીસ એ ફ્લેટમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી જેમાં એક જ ગાડી ફ્લેટની બહાર અને થોડી વારમાં પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે અન્ય CCTV તપાસ કરતા આરોપી બાળકને કારની ડેકીમાં મૂકતો હોવાનું નજરે પડ્યું હતું. જેના આધારે પોલીસે ફ્લેટના એ બ્લોકમાં રહેતા રાહુલ પટેલ નામના યુવકની પૂછપરછ કરી. જેમાં તે ભાંગી પડ્યો હતો. અને પોતે જ આ બાળકનું અપહરણ કરીને તેને માથાના પાછળના ભાગે ઈંટના ફટકા મારી ઇજા પહોંચાડીને શીલજ નજીક અવાવરૂ જગ્યામાં ફેંકી આવ્યો હતો.

જેથી પોલીસે તાત્કાલિક એક ટીમ ત્યાં રવાના કરતા બાળક બેભાન હાલતમાં ઇજાગ્રસ્ત જોવા મળ્યું હતું. જેને પોલીસે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી આરોપી વિરૂદ્ધ અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી પૈસા જરૂરિયાત હોવાથી ખંડણી માંગવા અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી અહીં ભાડે રહે છે. પરંતુ હાલ કોઈ કામ ધંધો ના હોવાથી બેકાર છે. જેને પણ આઠ મહિનાના ત્રણ બાળકો છે. આરોપીનો પ્લાન બાળકનું અપહરણ કરીને તેના માતા પિતા પાસેથી ખંડણી માંગવાનો હતો. પરંતુ પોલીસે તેના પ્લાન પર પાણી ફેરવી દીધું છે. હાલ પોલીસે આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">