Ahmedabad : સેન્ટ્રલ જેલને ડીજીટલ બનાવવા કવાયત, કેદીઓ માટે ફોન કોલિંગ સેવા શરૂ કરાઇ
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં(Central Jail) સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને કેદીઓ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે..જેમાં કેદીના સગા દ્વારા જેલની એક વેબસાઈટ પર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહે જે બાદ કેદી ને આપેલ કાર્ડમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે
રાજ્યભરમાં પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની(Gujarat Foundation Day)ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં આ દિવસનાં ઉપલક્ષ્યમાં અમદાવાદની સેન્ટ્રલ જેલ(Central Jail) ખાતે જેલ વિભાગને ડીજીટલ(Digital) બનાવવા ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.ટેક્નોલોજીનાં આ યુગમાં જેલમાં બંધ કેદીઓ પોતાનાં પરિવારજનો અથવા વકીલો સાથે વાત કરી શકે તે હેતુથી પ્રિઝન કોલિંગ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે..જેમાં કેદીઓ પોતાનાં પરિવાર સાથે સરળતાથી ફોન પર વાત કરી શકશે. આની સાથે જ કેદીઓ જેલમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે તે હેતુથી ઈન્ડુસ કંપનીના સહયોગથી કેન્ટીન મેનેજમેન્ટ સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી છે,જેમાં કેદીઓનો આધુનિક સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે.
કેદી જેલમાં કેન્ટીનમાં સ્માર્ટ કાર્ડ સ્વાઈપ કરી ખરીદી કરી શકશે
જે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને કેદીઓ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે.જેમાં કેદીના સગા દ્વારા જેલની એક વેબસાઈટ પર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહે જે બાદ કેદી ને આપેલ કાર્ડમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.જે પૈસાથી કેદી જેલમાં કેન્ટીનમાં સ્માર્ટ કાર્ડ સ્વાઈપ કરી ખરીદી કરી શકે છે.
કૂપનનો કેદીઓ દૂરઉપયોગ કરતા હતા
ઉલ્લેખનીય છે કે હાલમાં કેદીઓને પૈસાની જરૂરિયાત હોય તો કેદી ના પરિવાર મની ડ્રાફ્ટ જેલમાં મોકલે જે બાદ પૈસા કેદીને આપવામાં આવે છે. જે પૈસાથી કેદી કુપન ખરીદી કેન્ટીનમાં ચીજ વસ્તુ ખરીદી કરી શકે. પરતું કેદી પાસે પૈસા આવવામાં ઘણો સમય નીકળી જતો હોય જેથી સ્માર્ટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે.જોકે બીજુ કારણએ પણ સામે આવ્યું છે કે કૂપનનો કેદીઓ દૂર ઉપયોગ કરતા હતા જેથી જેલમાં આધુનિક સ્માર્ટ કાર્ડથી તમામ વસ્તુઓ ખરીદી શકે અને આખી સિસ્ટમ ટ્રાન્સફરસ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હાલ પ્રાથમિક ધોરણે આ પ્રોજેક્ટ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં શરૂ કરાયો છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યની અન્ય સેન્ટ્રલ જેલમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનું નક્કી કરાયુ છે.
આ પણ વાંચો : Mehsana : વડનગર ખાતે ગુજરાત સ્થાપના દિન અંતર્ગત “ગુજરાત ગૌરવ દિવસની” ઉજવણી
આ પણ વાંચો : Surat: નિષ્ણાંતોની સુરત પ્રશાસનને ટકોર, જો સતત માઈક્રો મોનિટરીંગ થશે તો જ પ્રદુષણ નિયંત્રિત કરી શકાશે