અમદાવાદ મનપાની સોમવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, ઓનલાઈન બજેટ મંજુર કરાશે

અમદાવાદ મહાનગર પાલિકાનું વર્ષ 2021-22 નું બજેટ સોમવારે 5 એપ્રિલના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સુધારા-વધારા સાથે મંજુર કરવામાં આવશે. જો કે કોરોનાના વધતા પ્રકોપના પગલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઓનલાઈન બોલાવવામાં આવી છે. જેમાં ચર્ચા બાદ એએમસીના વર્ષ 2021-22 નું બજેટને મંજુર કરવામાં આવશે.

  • tv9 webdesk33
  • Published On - 15:05 PM, 4 Apr 2021
અમદાવાદ મનપાની સોમવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, ઓનલાઈન બજેટ મંજુર કરાશે
Ahmedabad city( File Photo)

Ahmedabad મહાનગર પાલિકાનું વર્ષ 2021-22 નું બજેટ સોમવારે 5 એપ્રિલના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સુધારા-વધારા સાથે મંજુર કરવામાં આવશે. જો કે કોરોનાના વધતા પ્રકોપના પગલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઓનલાઈન બોલાવવામાં આવી છે. જેમાં ચર્ચા બાદ એએમસીના વર્ષ 2021-22 નું બજેટને મંજુર કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું

જો કે આ પૂર્વે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનોને રાહત આપતાં સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહન વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગત વર્ષ કરતા રૂ. 1432 કરોડના ઘટાડા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

બજેટમાં કરવેરામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં 

Ahmedabad મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ વર્ષ 2021-22 માટેનું 7,475 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં 2020-21ના બજેટના 9,685 કરોડ રૂપિયાની સરખામણીએ આ વખતું બજેટ 22.8% ઘટ્યું છે. બજેટમાં કરવેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો.

ડ્રાફ્ટ બજેટમાં 120 કરોડના ખર્ચે વીએસ હોસ્પિટલ, 95 કરોડના ખર્ચે શારદાબેન હોસ્પિટલ અને 115 કરોડના ખર્ચે એલજી હોસ્પિટલુનું નવીનીકરણ કરાશે.

ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન

ડ્રાફ્ટ બજેટમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન કરવામાં આવશે સાથે જ ઝુલેલાલ ઓડિટોરિયમ હોલ પણ બનાવવામાં આવશે. પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા બોર્ડમાં કોમ્યુનિટી હોલ અને 30 કરોડના ખર્ચે શહેરમાં ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ તંત્રની  150 ઈલેક્ટ્રીક બસો ખરીદવાની દરખાસ્ત

આ ઉપરાંત શહેરી પરિવહનમાં વધારો કરવા માટે મ્યુનિસિપલ તંત્ર 150 ઈલેક્ટ્રીક બસો ખરીદવાની દરખાસ્ત મૂકી છે. જેમાં એએમટીએસ  અને બી આરટીએસ રૂટ પર  07 કરોડના ખર્ચે સેન્સર સંચાલિત ઓટોમેટીક ગેટ બનાવવામાં આવશે. નારણપુરા અને વસ્ત્રાલમાં ઈલેક્ટ્રીક બસો માટેના ચાર્જિંગ અને પાર્કિંગ ડેપો બનાવવાની પણ કામગીરી કરવામાં આવશે. જયારે એએમટીએસમાં  150 મીની બસ લેવાની પણ દરખાસ્ત ડ્રાફ્ટ અંદાજપત્રમાં કરવામાં આવી છે.

વર્ષ 2021-22ના નવા 14 બ્રિજ બનાવવાની દરખાસ્ત 

Ahmedabad શહેરમાં હાલ કુલ-73 જેટલા બ્રિજ હયાત છે સાથે જ 15 જેટલા બ્રિજની કામગીરી હાલ શરૂ છે, તો આગામી વર્ષ 2021-22ના નવા 14 બ્રિજ બનાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે ઓવરબ્રિજ એક નવો બનાવવામાં આવશે તેમજ રેલવે અંડર પાસ નવા 9 બ્રિજનું આયોજન થશે અને ચાર જેટલા ફલાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.