Ahmedabad Corona Breaking: GMDC ધન્વંતરિ હોસ્પિટલ બહાર દર્દીઓ ઉમટ્યા, સવારમાં ટોકન બંધ કરાતા રોષ, ગાડીમાં દર્દીઓ ખાય છે જીવન મરણ વચ્ચે ઝોલા

Ahmedabad Corona Breaking: અમદાવાદમાં GMDC ધન્વંતરિ હોસ્પિટલ બહાર નોંધણી માટે સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ હતી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે અને હોસ્પિટલ તંત્ર દ્વારા ટોકન આપવા માટેની જાહેરાત બાદ લોકો મોટી સંખ્યામાં દર્દીઓને લઈ તેમના સગા GMDC ગ્રાઉન્ડ ખાતે પહોચી ગયા હતા. 

| Updated on: Apr 29, 2021 | 11:44 AM

Ahmedabad Corona Breaking: અમદાવાદમાં GMDC ધન્વંતરિ હોસ્પિટલ બહાર નોંધણી માટે સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ હતી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે અને હોસ્પિટલ તંત્ર દ્વારા ટોકન આપવા માટેની જાહેરાત બાદ લોકો મોટી સંખ્યામાં દર્દીઓને લઈ તેમના સગા GMDC ગ્રાઉન્ડ ખાતે પહોચી ગયા હતા.

હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓના સગાઓની ભારે ભીડ વચ્ચે ધન્વંતરી હોસ્પિટલમાં ટોકન આપવાનું બંધ કરી દેવાતા દર્દીઓના સગાઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો કેમકે વહેલી સવરાથી જે લોકો લાંબી લાઈનમાં હતા તેમના માટે આ મુશ્કેલી ભર્યો સમય છે. હોસ્પિટલમાંથી ટોકન આપ્યા બાદ ફોન કરે તેને જ દાખલ કરવામાં આવતા હોય છે છતા પણ કેટલાક લોકો પોતાની સાથે સિરિયસ દર્દીઓને લઈને ગ્રાઉન્ડમાં પહોચ્યા હતા.

કેટલા. દર્દીઓ ગાડીમાં જ સારવાર માટે રાહ જોતા હોવાનું જોવા મળી રહ્યું હતું. કેટલાક સિરિયસ દર્દીઓનાં સગાઓએ જણાવ્યું કે તે મોટાભાગની હોસ્પિટલમાં ફરી વળ્યા છે પણ તેમના પેશન્ટને લેવા કોઈ તૈયાર નથી. એટલે કે ધન્વન્તરિ હોસ્પિટલ બહાર 150 બાદ ટોકન બંધ કરી દેવામાં આવતા આવા સિરિયસ દર્દીઓ ગમે ત્યારે મોતનાં મુખમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

જાણો શું છે હોસ્પિટલનાં નિયમ

ધન્વંતરી હોસ્પિટલમાં દાખલ થવા માટે લેવું પડશે ટોકન
ટોકન લેવા માટે દર્દીના પરિવારજનોએ પહેલા ભરવું પડશે ફોર્મ
હોસ્પિટલ ખાતેથી સવારે 8 થી 9 વચ્ચે ફોર્મનું કરાશે વિતરણ
હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની સંખ્યા મુજબ જ દર્દીઓને અપાશે ટોકન
ફોર્મ માટે દર્દીનો પોઝિટિવ રિપોર્ટ સહિતના દસ્તાવેજો આપવા પડશે
ટોકન બાદ દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ દ્વારા કરાશે જાણ
મેસેજ મળ્યા બાદ જ દર્દી ધન્વંતરી હોસ્પિટલમાં દાખલ થઇ શકશે
ટોકન વગર કોઇપણ દર્દીને ધન્વંતરી હોસ્પિટલમાં નહીં કરાય દાખલ
92 ટકાથી ઓછા ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને ટોકનમાં પ્રાથમિકતા
ધન્વંતરી હોસ્પિટલ ખાતે ખાલી બેડની સંખ્યા ડિસ્પ્લે કરવામાં આવશે

જણાવવું રહ્યું કે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ૯૫૦ બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ તો થઇ ગઇ પરંતુ સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ ગઇકાલે કુલ ૯૫૦ની ક્ષમતા સામે માત્ર ૪૧ દર્દીને બે દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ દર્દીને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો નોહતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ હોસ્પિટલમાં હજુ ક્ષમતા મુજબના તમામ બેડની સુવિધા ઉપલબ્ધ બની નથી અને ૯૫૦ બેડની ક્ષમતા માટે જરૂરી હોય એટલો ડોકટર તથા પેરામેડિકિલ સ્ટાફ પણ ઉપલબ્ધ થયો નથી. હજી સુધી માત્ર ૩૦૦ બેડની જ કામગીરી પૂર્ણ થઇ છે, જ્યારે બાકીના બેડનું કામ ચાલી રહ્યુ છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">